એક્ટર અને ટીડીપીના નેતા નંદમુરી હરિક્રૃષ્ણનું રોડ અકસ્માતમાં મૃત્યુ
બુધવારે તેલંગણાના નાલગોડા જિલ્લામાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અને તેલુગુ દેશમ પાર્ટીા નેતા નંદમુરી હરિક્રૃષ્ણને અકસ્મમાત નડ્યો.
હૈદરાબાદઃ બુધવારે તેલંગણાના નાલગોડા જિલ્લામાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અને તેલુગુ દેશમ પાર્ટીા નેતા નંદમુરી હરિક્રૃષ્ણાને અકસ્મમાત નડ્યો. અકસ્મમાતને પગલે નંદમુરી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે 6:30 વાગ્યે હૈદરાબાદથી 100 કિમી દૂર નલગોડામાં આકસ્માત થયો હતો.

ઓવર સ્પીડમાં હતી કાર
નાલગોડા જિલ્લામાં આવેલ નારકેટપલ્લી-અદાનકી હાઈવે પર ગોજારો અકસ્મમાત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગંભીર ઈજાને પગલે ટીડીપી નેતા નંદમુરી હરિકૃષ્ણને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થયો એ સમયે હરિકૃષ્ણ પોતાની ટોયોટાની એસયૂવી ફોર્ચ્યુનર લઈ નલ્લોરમાં કોઈ લગ્ન સમારંભમાં જઈ રહ્યા હતા. જાણકારી મુજબ પૂરપાટ ઝડપે જઈ રહેલી તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

ડિવાઈડર સાથે કારની ટક્કર
ડિવાઈડર સાથે ટકરાતાં હરિકૃષ્ણની કારે વધુ એક મારૂતિ સુઝુકીને અડફેટમાં લીધી હતી. હરિકૃષ્ણ સાથે કારમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હતા જેમને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત બાદ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હરિકૃષ્ણ એનટીઆર રામારાવના દીકરા હતા અને એનટીઆર સરકારમાં તેઓ પરિવહન મંત્રી હતા.

કોણ હતા હરિકૃષ્ણ?
જણાવી દઈએ કે નંદમુરી હરિકૃષ્ણ એ ડાયરેક્ટર, એક્ટર, પ્રોડ્યુસર, તેલુગુ દેશમ પાર્ટીના ફાઉન્ડર અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નંદમુરી તારકા રામા રાઓના ચોથા દીકરા છે. 2008માં રાજ્યસભાની ચૂંટણીમાં નંદમુરી તેગુલુ દેશમ પાર્ટીના ઉમેદવાર હતા.

બીજા એક દીકરાનું પણ અકસ્માતમાં જ મૃત્યુ થયું હતું
ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ નંદમુરી તારકા રામારાઓનો મોટા દીકરા નંદમુરી જાનકીરામનું પણ રોડ અકસ્માતમાં જ મૃત્યુ થયું હતું. તેમનો અકસ્મમાત ડિસેમ્બર 2014માં હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર થયો હતો.

નાનો દીકરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે લોકપ્રિય
તેમનો સૌથી નાનો દીકરો જૂનિયર એનટીઆર (તારક) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ લોકપ્રિય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
