છૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત!
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવની છૂટાછેડાની અરજી પર આજે પટનાની ફેમિલી કોર્ટમાં સુનાવણી થશે.
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવની છૂટાછેડાની અરજી પર આજે પટનાની ફેમિલી કોર્ટમાં સુનાવણી થશે. કહેવામાં આવી રહ્યુ છે કે તેજપ્રતાપ યાદવ બુધવારે બ્રજથી દિલ્લી પહોંચ્યા હતા અને ગુરુવારે ફ્લાઈટ દ્વારા દિલ્લીથી સીધા પટના પહોંચશે. આ તરફ તેમની પત્ની ઐશ્વર્યાના પરિવારે પણ કોર્ટમાં તેજપ્રતાપની છૂટાછેડાની અરજીનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તેજપ્રતાપ યાદવ આજે પટના કોર્ટ પહોંચીને પોતાના છૂટાછેડાની અરજી પાછી લઈ શકે છે. તેજપ્રતાપ યાદવના ખાસ મિત્ર અને પૂર્વ જેલ વિઝિટર લક્ષ્મણ પ્રસાદે છૂટાછેડાની અરજી અંગે આ મોટો ખુલાસો કર્યો છે.

દોસ્તનો દાવો, તેજપ્રતાપ આપીને ગયા છે વચન
દૈનિક જાગરણમાં છપાયેલા સમાચાર મુજહ લક્ષ્મણ પ્રસાદ શર્માએ જણાવ્યુ કે તેજપ્રતાપ રાજકારણમાં ફરીથી સક્રિય થવા ઈચ્છે છે એટલા માટે બ્રજથી નીકળતા પહેલા તેજપ્રતાપ વચન આપીને ગયા છે કે તે આજે પોતાના બધા વિવાદ ખતમ કરી દેશે. લક્ષ્મણ પ્રસાદની માનીએ તો તેજપ્રતાપે તેમને એ પણ કહ્યુ કે તે આજે પોતાની છૂટાછેડાની અરજી પાછી લેશે જેથી પરિવારમાં વાતાવરણ સારુ રહે. જો કે તેજપ્રતાપ યાદવ તરફથી છૂટાછેડા અંગે આ પ્રકારનું કોઈ નિવેદન આવ્યુ નથી. હવે બધાની નજરો આજે પટના કોર્ટમાં થનારી સુનાવણી પર લાગી છે.

ધાર્મિક યાત્રા ખતમ કરી આજે પાછા આવશે તેજપ્રતાપ
તમને જણાવી દઈએ કે છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદથી જ તેજપ્રતાપ યાદવ પોતાના ઘરથી દૂર-દૂર ભટકી રહ્યા છે. તેજપ્રતાપ યાદવો મીડિયાથી અંતર જાળવીને પોતાનો સમય વૃંદાવન, મથુરા અને વારાણસીમાં વીતાવ્યો. આ દરમિયાન તેમણે ગોવર્ધન પરિક્રમા કરી અને મંદિરોના દર્શન કર્યા. તેજપ્રતાપે વૃંદાવનમાં ચાર ધામોની યાત્રા કરવા ઉપરાંત પરિવારમાં સુખ શાંતિ માટે યજ્ઞ પણ કરાવ્યો. આ પહેલા સમાચાર આવ્યા હતા કે તેજપ્રતાપ યાદવે ફોન પર પોતાની મા રાબડી દેવી સાથે વાત કરી છે અને કારતક મહિનો પૂર્ણ થયા બાદ 23 નવેમ્બરે તે ઘરે પાછા જશે. જો કે તેજપ્રતાપ યાદવ ઘરે ગયા નહોતા અને છૂટાછેડા લેવાની જીદ પર અડગ રહ્યા. તેજપ્રતાપ યાદવ આજે સીધા પટના કોર્ટ પહોંચી શકે છે.

‘બંને સગીર છે, પોતાના વિશે વિચારી શકે છે'
મંગળવારે તેજપ્રતાપ અને ઐશ્વર્યા અંગે પૂછાયેલા સવાલો પર પ્રતિક્રિયા આપતા તેજસ્વી યાદવે મીડિયાને કહ્યુ, ‘તેજપ્રતાપ અને ઐશ્વર્યા બંને સગીર છે અને પોતાના જીવનના નિર્ણય લેવા માટે સક્ષમ છે. તે બંને વધુ સારી રીતે જાણે છે કે તેમના માટે શું યોગ્ય છે. કોઈની પર્સનલ લાઈફને આ રીતે સાર્વજનિક રીતે ન ઉઠાવવી જોઈએ. જો કોઈની પર્સનલ લાઈફ સાર્વજનિક કરવામાં આવશે તો દેશના ઘણા મોટા રાજનેતાઓ મુશ્કેલીમાં મૂકાઈ જશે.' તેજસ્વી યાદવની આ પ્રતિક્રિયા જોઈને માનવામાં આવી રહ્યુ છે કે છૂટાછેડા મામલે તેજપ્રતાપ યાદવને સમજાવવાની પરિવારની કોશિશો સફળ થઈ શકી નથી.

ઐશ્વર્યાના પિતાના પગલાથી આરજેડીમાં હલચલ
બીજી તરફ હવે ઐશ્વર્યાના પરિવારે લાલુ યાદવના પરિવાર સાથે અંતર જાળવવાનું પણ શરૂ કરી દીધુ છે. આની ઝલક ત્યારે જોવા મળી જ્યારે બિહાર વિધાનમંડળના શિયાળુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી બાદ આગામી રણનીતિ નક્કી કરવા માટે તેજસ્વી યાદવે પોતાના નિવાસ સ્થાને આરજેડી ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાય પહોંચ્યા નહોતા. ચંદ્રિકા રાય આરજેડીના ધારાસભ્ય છે અને તેમની ગણતરી પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં થાય છે. એટલા માટે આ બેઠકમાં તેમની અનુપસ્થિતિ અંગે ઘણી પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યા છે. બેઠક ખતમ થવા સુધી તેમની રાહ જોવાતી રહી. જો કે ચંદ્રિકા રાય વિધાનસભાની કાર્યવાહીમાં શામેલ થયા હતા પરંતુ બેઠકમાં શામેલ થયા નહોતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
