લાલુના પરિવારમાં લડાઈ, તેજપ્રતાપે બે સીટો પર ઉમેદવારોનું એલાન
બિહારમાં મહાગઠબંધનના ઘટક દળો વચ્ચે સીટોની વહેંચણી પછી હવે ઉમેદવારી માટે વિવાદ વધી ગયો છે. આ દરમિયાન રાજદમાં જ ઉમેદવારી માટે કલેશ સામે આવ્યો છે.
બિહારમાં મહાગઠબંધનના ઘટક દળો વચ્ચે સીટોની વહેંચણી પછી હવે ઉમેદવારી માટે વિવાદ વધી ગયો છે. આ દરમિયાન રાજદમાં જ ઉમેદવારી માટે કલેશ સામે આવ્યો છે. રાજદ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપે શિવહર અને જહાંનાબાદથી ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. તેજ પ્રતાપે કહ્યું કે શિવહર અને જહાંનાબાદથી જનતાની સહમતીથી ઉમેદવારો ઉતારવામાં આવી રહ્યા છે. તેમને એવું પણ કહ્યું કે તેઓ આ મુદ્દે લાલુ પ્રસાદ યાદવ સાથે વાતચીત પણ કરશે.
આ પણ વાંચો: RJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે

શિવહર અને જહાંનાબાદથી ઉમેદવારોનું એલાન
એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં તેજ પ્રતાપે જણાવ્યું કે બિહારની જહાંનાબાદ સીટથી ચંદ્રપ્રકાશ રાજદના ઉમેદવાર હશે, જયારે શિવહર સીટથી અંગેશ સિંહ ઉમેદવાર હશે. તેમને કહ્યું કે, "મને તેજસ્વી પર પૂરો વિશ્વાસ છે કે તેઓ મારી વાત માનશે". તેજ પ્રતાપે કહ્યું કે રાજદના નેતૃત્વમાં બિહારમાં મહાગઠબંધનની જીત થશે. તેને કહ્યું કે બિહારમાં ભાજપા-જદયુ નેતૃત્વનો સફાયો થશે.

નવી પાર્ટીના ગઠબંધનની ખબરોને તેજ પ્રતાપે નકારી
નવી પાર્ટી બનાવવાની ખબરોને તેજ પ્રતાપે નકારી કાઢી છે અને કહ્યું છે કે આ બધી પાયા વગરની વાતો છે. તેમને કહ્યું કે તેઓ પાર્ટી અથવા તેજસ્વીથી નારાજ નથી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની જીત થશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તેને સાફ કહ્યું કે તેજસ્વી યાદવ સાથે કોઈ જ મતભેદ નથી.

બિહારમાં રાજદ-કોંગ્રેસ વચ્ચે પણ અનબન થયાની ખબરો
આ પહેલા બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે, બિહારના પૂર્વ નાણા મંત્રી અને પાર્ટીના કદાવર નેતા અબ્દુલ બારી સિદીકીને દરભંગાથી ટિકિટ આપી હતી, જે કોંગ્રેસ માટે એક મોટો ઝાટકો હતો કારણકે કોંગ્રેસ દરભંગા લોકસભા સીટ પર પોતાનો દાવો કરી રહી હતી અને ભાજપથી કોંગ્રેસમાં જોડાયેલા કીર્તિ આઝાદે ગુરુવારે સવારે જ દરભંગા સીટથી પોતાનો દાવો ઠોક્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
