Teachers Day: PM મોદીએ 75માં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે કરી વાત, રાષ્ટ્રપતિ મુર્મૂ આજે આપશે અવૉર્ડ
National Teachers Award 2023: આજે એટલે કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. આ ખાસ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે. આ વખતે કુલ 75 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ સન્માન માટે દેશભરમાંથી 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ અગાઉ, ગઈ કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગયા વર્ષે પણ શિક્ષકો સાથે વાત કરી હતી. ગત વર્ષે કુલ 46 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો.

શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે, પીએમ મોદીએ યુથ બ્રેઈનને આકાર આપવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પીએમ મોદી સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. આ વખતે શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે 75 શિક્ષકોની પસંદગી કરી છે. જેમને આજે રાષ્ટ્રપતિ મુર્મી અવોર્ડથી સન્માનિત કરશે.
75 એવોર્ડ મેળવનારાઓમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે.
શિક્ષકો સાથે લાંબી વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી આભા 140 કરોડ લોકોની તેજસ્વીતાનું પ્રતિબિંબ છે. એક શિક્ષકે તેમને કહ્યું કે જ્યારે હું તમને જોઉં છું, ત્યારે હું તમને આ મહાન દેશ માટે આટલી જહેમતથી કામ કરતા જોઉં છું. હજુ પણ તમારા ચહેરા પર એ જ આભા અને સ્મિત છે. અમને લાગે છે કે અમારા વર્ગના વિદ્યાર્થીઓએ અમારી તરફ એ રીતે જોવું જોઈએ જેમ અમે તમને જોઈ રહ્યા છીએ.
75 પસંદ કરેલ એવોર્ડ વિજેતાઓને વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે 'રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2023'થી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિક્ષકોને આપવામાં આવતા દરેક પુરસ્કારમાં મેરિટ સર્ટિફિકેટ, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
#WATCH | Delhi | "...My aura is the reflection of the aura of 140 crore people," PM Narendra Modi’s interaction with a teacher during a long interaction with teachers held at 7 LKM today.
— ANI (@ANI) September 4, 2023
The teacher told him, "When I look at you, I see you working for this great country with… https://t.co/1FbzNZrdGl pic.twitter.com/o1NtM1Dtz4
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
