યુપી શિક્ષકનો નફરતભર્યો વીડિયો વાયરલ, બીજા બાળકોથી મુસ્લિમ બાળકને જોરથી થપ્પડ મરાવી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા શિક્ષકે એક કથિત મુસ્લિમ બાળકને પોતાની પાસે ઉભો રાખી દીધો છે અને વર્ગના બીજા બાળકોને વારાફરતી બોલાવીને એ બાળકને થપ્પડ મરાવે છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મન્સૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુબ્બાપુર ગામમાં બની હતી. જો કે, આ ક્યારે બન્યું તે સ્પષ્ટ નથી.

શિક્ષિકા વર્ગમાં બેઠેલા અન્ય બાળકોને એક પછી એક બોલાવે છે અને તે બાળકને થપ્પડ મારવાનું કહે છે. નાના માસૂમ બાળકો શિક્ષકનો વિરોધ કરી શકતા નથી અને તેમના કહેવા પ્રમાણે કરે છે. તેમ છતાં, જ્યારે અમુક બાળકો આ મુસ્લિમ બાળકને ધીમે રહીને થપ્પડ મારે છે, ત્યારે શિક્ષક તેને જોરથી મારવાનું કહેતા સાંભળી શકાય છે.
ઘટના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાની હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેના સાથી બાળકો દ્વારા થપ્પડ અને પીઠ પર ફટકાર્યા બાદ બાળક રડતો જોવા મળે છે, પરંતુ શિક્ષક તેને મારવા માટે એક પછી એક બાળકોને બોલાવતા રહે છે. બેકગ્રાઉન્ડમાં એક પુરુષનો અવાજ પણ છે, જે મહિલા શિક્ષકના આ ઘૃણાસ્પદ કૃત્યનું સમર્થન કરે છે. આ વ્યક્તિએ આ વીડિયો પણ શૂટ કર્યો છે.
શિક્ષક ક્લિપમાં કહેતા સંભળાય છે કે, ''મેં કહ્યુ છે કે તમામ મુસ્લિમ બાળકોને ત્યાં મોકલો, તમે તેને જોરથી કેમ મારતા નથી." રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો નેહા પબ્લિક સ્કૂલનો છે. મુસ્લિમ વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે તેઓ પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી. અમે એક મિડલ ગ્રાઉન્ડ પર આવ્યા છીએ કે હું મારા બાળકને શાળામાંથી કાઢી નાખીશ અને કોઈ પોલીસ ફરિયાદ નહીં કરું તેમ હિંદુસ્તાન ટાઈમ્સમાં પિતાને ટાંકીને જણાવાયુ હતુ.
ક્લિપ વાયરલ થતાં જ મુઝફ્ફરનગર પોલીસે એક ક્લિપ જાહેર કરી જેમાં લખ્યું હતું કે "મન્સૂરપુરના સ્ટેશન ઈન્ચાર્જને તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઘટના અંગે શિક્ષકે પીડિત પરિવારની માફી માંગી હોવાનું જાણવા મળે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
