લંપટ શિક્ષકે 5 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, થઈ ધરપકડ
લંપટ શિક્ષકે 5 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, થઈ ધરપકડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક સ્કૂલમાં સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ હલકટ હરકત બીજા કોઈએ નહિ પણ ખુદ શિક્ષકે જ કરી છે. બાળકીના પરિજનોને આ મામલે જાણ થતાં તેઓએ શાળાએ પહોંચી પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી. ગુસ્સે ભરાયેલા પરિજનોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી. નરાધમ શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. જે બાદ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.

અહેવાલો મુજબ શિક્ષકે પહેલા તો 5 વર્ષની વિદ્યાર્થિનીનું જાતિય શોષણ કર્યું હતું અને એ બાદ બાળકીને ધમકી આપી હતી કે આ વિશે કોઈને જણાવ્યું તો તેને જાનથી મારી નાખશે. બાળકી સાથે થયેલ આ ઘટના બાદ સ્કૂલ બહાર પ્રદર્શન કરી રહેલા લોકોએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને સ્કૂલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સ્કૂલની બહાર ભીડની સાથે બાળકીના માતા-પિતા પણ હાજર હતા.
પોલીસે ભારે જહેમત કરતાં ભીડને કાબૂમાં કરી તેમને સ્કૂલની બહાર જતાં અટકાવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. પ્રદર્શનની ગંભીરતાને જોતાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો- Me Too: સ્ત્રીની અભિનેત્રી ફ્લોરાએ જાણીતા પ્રોડ્યુસર પર લગાવ્યો શોષણનો આરોપ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
