હજુ સુધી કબૂલ્યો નહી ગુનો, વધુ 12 દિવસ જેલમાં રહેશે તરૂણ તેજપાલ
પણજી, 11 ડિસેમ્બર: તહેલકાના ચીફ એડિટર તરૂણ તેજપાલ હવે આગામી 12 દિવસ સુધી જેલમાં રહેશે, કારણ કે ગોવા સેશન કોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢી છે. હકિકતમાં પોલીસે પહેલાં તેમની ચાર દિવસની કસ્ટડી માંગી હતી, ત્યારબાદ 6 દિવસની કસ્ટડી વધારી દિધી, જો કે આજે ખતમ થવાની હતી. પોલીસે કેસની તપાસ માટે થનારી પૂછપરછના લીધે કોર્ટને તરૂણ તેજપાલની કસ્ટડી 12 સુધી વધારવાની વાત કહી જેને કોર્ટે મંજૂર કરી દિધી.
તરૂણ તેજપાલ તેમની મહિલા સહકર્મી સાથે યૌન શોષણના આરોપી છે. તેમની 30 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તરૂણ તેજપાલ પર આઇપીસી કલમ 354 એ (જાતીય સતામણી), 376 (બળાત્કાર) અને 376 (2ક) પુરૂષ દ્વારા પદનો દુરૂઉપયોગ કરી મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો કેસ દાખલ કર્યો. આ ઉપરાંત ગેરવાજબી અવરોધો પેદા કરવાની કલમ 341 અને 342 હેઠળ કેસ ચલાવવામાં આવ્યો છે.

મહિલા આયોગ અને માનવાધિકાર આયોગના હસ્તક્ષેપ બાદ પોલીસે આ કેસને ગંભીરતા પૂર્વક લેતાં પીડિત મહિલા અને પૂર્વ મુખ્ય એડીટર શોમા ચૌધરીનું નિવેદન નોધી લીધું છે. કેસની તપાસ ચાલુ છે.
પોલીસ પીડિત પત્રકાર, ત્રણ સાક્ષીઓ અને તહેલકાના પૂર્વ મેનેજમેન્ટ એડિટર શોમા ચૌધરીનું નિવેદન નોંધી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસકર્તા પણ તરૂણ તેજપાલને તોડવા અને તેમને ગુનો કબૂલ કરાવવામાં નિષ્ફળ રહ્યાં છે. અમે તમને જણાવી દઇએ કે તરૂણ તેજપાલે પોલીસ કસ્ટડીમાં હજુ સુધી ગુનો કબૂલ કર્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
