ISISના નિશાના પર તાજમહેલ, જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
આ ગ્રાફિકને જોઇને સંકેત મળી રહ્યો છે કે, આઇએસ વેન તાજમહેલમાં ઘુસાડીને આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે.
યુપીની રાજધાની લખનઉમાં ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ નો ભય ફેલાયા બાદ હવે આગ્રા ના તાજમહેલ પર આતંકી હુમલો થાય એવી શક્યતા છે. ગુપ્ત સૂત્રો અનુસાર આઇએઆઇએસ દ્વારા એક ગ્રાફિક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારત પર હુમલો કરવાનું ભયાવહ કાવતરું ઘડ્યું છે. આતંકવાદી સંગઠને એક ગ્રાફિકમાં અરબી ભાષામાં લખ્યું છે, આગ્રા ઇસ્તશહાદી કે શહીદના સાધક.. જેનો અર્થ છે આઇએસઆઇએસના નિશાના પર હવે આગ્રાનો તાજમહેલ છે.

14 માર્ચ, 2017ના રોજ ટેલેગ્રામ પર પોસ્ટ જાહેર કરવામાં આવેલા ગ્રાફિકમાં આઇએસઆઇએસ નો એક લડવૈયો બંદૂક પકડીને ઊભો છે. ગ્રાફિકમાં એક વેન પણ છે, જે તાજમહેલ તરફ મોઢું કરીને ઊભેલી જોવા મળે છે. આ ગ્રાફિક જોઇને સંકેત મળી રહ્યાં છે કે, આઇએસ આ વેન તાજમહેલમાં ઘુસાડીને આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે. ગ્રાફિકમાં તેજમહેલના પ્રતિક સાથે લખ્યું છે, નવો ટાર્ગેટ!
ભારતમાં ભય ફેલાવવાની ફિરાકમાં આઇએસ
ગુપ્ત સૂત્રો અનુસાર, આઇએસઆઇએસ ભારતમાં કોઇ મોટું કાવતરું કરવાના પ્રયત્નમાં છે. આ માટે જ આ સંગઠન ભારતમાં રિક્રૂટમેન્ટ વિંગ થકી યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યાં છે. ગુપ્ત એજન્સિઓ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, જાહેર કરવામાં આવેલું ગ્રાફિક ભારતમાં આઇએસઆઇએસની ઘુસણખોરીનો વધુ એક સંકેત છે.
અધિકારીઓ અનુસાર હાલમાં જ ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા ધમાકામાં પણ આઇએસનું જ ષડયંત્ર હોવાના પુરાવા મળ્યાં છે. આ વિસ્ફોટની તપાસ હજુ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આઇએસઆઇએસ તાજમહેલ માટે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી આખી દુનિયામાં ભય ફેલાવવા માંગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
