Tamil Nadu BJP President : કોણ છે તમિલનાડુના નવા સંભવિત બીજેપી અધ્યક્ષ નયનાર નાગેન્દ્રન?
Tamil Nadu BJP President : તામિલનાડુમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેના પહેલાં રાજનીતી ચરમ પર છે.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી રાજ્ય પ્રમુખ તરીકે નવા નેતાની પસંદ કરી રહી છે. કેન્દ્રમાં સક્રિય અને રાજ્યમાં લોકપ્રિય નયનાર નાગેન્દ્રન હવે તામિલનાડુ ભાજપના નવા અધ્યક્ષ બનવાની સંભાવના છે.

ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ નયનાર નાગેન્દ્રનના નામને આગળ ધપાવ્યું છે. પાર્ટીના અન્ય નેતાઓએ પણ નયનારના નામ પર સહમતિ દર્શાવી છે. માનવામાં આવી રહ્યું છે કે જલ્દી તે અધિકૃત રૂપે પ્રદેશ પ્રમુખ બની જશે.
પ્રમુખ પદ માટે નામ આવ્યા પછી નયનાર નાગેન્દ્રને કહ્યું કે, પાર્ટી દ્વારા આપવામાં આવેલા સૂચન અનુસાર મેં નામ નોંધાવ્યું છે. અંતિમ નિર્ણય પર નેતાઓ તરફથી માહિતી આપવામાં આવશે.
કોણ છે નયનાર નાગેન્દ્રન?
નયનાર નાગેન્દ્રન તામિલનાડુના અનુભવી અને સક્રિય રાજકારણીઓમાંથી એક છે. તે હાલમાં તિરુનેલવેલી વિધાનસભા વિસ્તારના વિધાનસભ્ય છે.
અગાઉ તે ભાજપમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. દક્ષિણ તામિલનાડુમાં તેમની ઓળખ ખુબ જ મજબૂત છે અને ધરતી સ્તરે લોકપ્રિયતા ધરાવે છે.
તેમણે રાજકીય સફરની શરૂઆત AIADMK સાથે કરી હતી. વર્ષોથી તેઓ ભાજપને તામિલનાડુમાં મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
નયનાર નાગેન્દ્રનની રાજકીય સફર
- વર્ષ 2001થી 2006 દરમિયાન તેઓ તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતા અને પન્નીરસેલ્વમની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
- વર્ષ 2006 અને 2011માં તેમણે AIADMK ઉમેદવાર તરીકે તિરુનેલવેલીથી ચૂંટણી લડી હતી.
- વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે તિરુનેલવેલી બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો.
તેમના રાજકીય અનુભવ અને જનાધારને ધ્યાને લઈ હવે તેમને રાજ્ય પ્રમુખ પદની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી રહી છે. પાર્ટી આશા રાખી રહી છે કે તેઓ આગામી ચૂંટણીમાં તામિલનાડુમાં ભાજપના મજબૂત પાયા બનાવી શકશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
