તસવીરોમાં જુઓ ભાજપના નેતાઓની 'લવસ્ટોરી'- જ્યાં જેહાદ નથી ફક્ત પ્રેમ છે
નવી દિલ્હી: જ્યાં 'લવ' હોય છે ત્યાં 'જેહાદ' હોઇ ના શકે અને જ્યાં 'જેહાદ' છે ત્યાં 'લવ'નું હોવું અશક્ય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બે અલગ-અલગ શબ્દોને મિલાવીને એક એવો દર્દનાક મુદ્દો સામે લાવી દિધો છે જેનાથી દેશ સળગી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જે લવ જેહાદનું યુદ્ધ છેડ્યું છે તેનો સાચો અર્થ છે ખોટા ઇરાદાથી મુસ્લિમ છોકરા દ્વારા હિન્દુ છોકરીને પ્રેમમાં ફસાવીને નિકાહ કરવા.
મથુરામાં પ્રદેશ ભાજપની બેઠકમાં પાર્ટીએ આ 'લવ-જેહાદ'ના મુદ્દાને ઉઠાવ્યો હતો પરંતુ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહના આવવાથી સૂર થોડો નરમ પડ્યો. પ્રદેશ સ્તર પર લવ જેહાદ વિરૂદ્ધ ભાજપ અને હિન્દુ સંગઠનો ખૂબ હોબાળો મચાવી રહ્યાં છે પરંતુ તેમને રાષ્ટ્રીય નેતાઓનું સમર્થન મળી રહ્યું નથી.
તેનું કારણ એ પણ હોઇ શકે કે ભારતીય જનતા પાર્ટીમાં ચાર ટોચના નેતાઓની લવ સ્ટોરી. આ સંબંધમાં જેડીયૂ નેતા શરદ યાદવે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપમાં જ લવ જેહાદીઓની લાંબી કતાર છે. તો આવો તસવીરોના માધ્યમથી જોઇએ ભાજપના નેતાઓનું 'લવ જેહાદ':

ફક્ત લવ, નો જેહાદ
આ ભાજપના નેતાઓની લાઇફમાં ફક્ત લવ છે, જેહાદ નથી. ફક્ત પ્રેમ જ પ્રેમ.

મુખ્તાર અબ્બાસ નકવી
ભાજપના સાંસદ મુખ્તાર અબ્બાસ નકવીના લગ્ન જૂન 1983માં થયા હતા. તેમણે લવ મેરેજ કર્યા છે. તેમની પત્ની સીમા એક હિન્દુ પરિવાર સાથ સંબંધ ધરાવે છે. સીમાની માત લગ્નને લઇને વિરૂદ્ધ હતી, પરંતુ પછી મુખ્તાર અને સીમાની પ્રેમ કહાણી સફળ થઇ ગઇ.

શાહનવાઝ હુસૈન
બિહારથી ભાજપના યુવા નેતા શાહનવાજ હુસૈને પણ લવ મેરેજ કર્યા છે .તેમની પત્નીનું નામ રેણું શર્મા છે. બંનેની પ્રેમ કહાણી કોલેજના જમાનામાં શરૂ થઇ હતી. શાહનવાજ કહે છે કે રેણુની આંખો જોઇને તે તેમની તરફ આકર્ષિત થયા હતા.

સુશીલ કુમાર મોદી
બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની પ્રેમ કહાણી એકદમ રોચક છે. મુંબઇ રેલયાત્રા દરમિયાન તેમની મુલાકાત જેસી જોર્જ સાથે થઇ, ત્યારે તે વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા. પછી બંનેએ લગ્ન કરી લીધા. જેસી ખ્રિસ્તી છે.

સુબ્રમણયમ સ્વામી
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણયમ સ્વામીની પત્ની રોક્સના સ્વામી સુપ્રીમ કોર્ટમાં નામચીન વકીલ છે. બંનેના લગ્ન જૂન 1966માં થયા હતા. રોક્સના સ્વામી કહે છે કે તે બંનેના લગ્ન અરેંજ મેરેજ ન હતા. તે એક પારસી છે.

શું છે 'લવ જેહાદ'
ખોટા ઇરાદાથી જો કોઇ મુસ્લિમ છોકરો બિન મુસ્લિમ છોકરી સાથે નિકાહ કરે છે અથવા પ્રેમ કરે છે. તેનો ધર્મ પરિવર્તિત કરાવે છે. તો તેને લવ જેહાદ સમજવામાં આવે છે. ઇગ્લેંડ સહિત કેટલાક યૂરોપીય દેશોમાં ઘણા વર્ષોથી તેના પર વિવાદ ચાલું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
