T Raja Singh : ફરી અન્ય એક બીજેપી નેતાનો બફાટ, ભડકાઉ ભાષણનો આરોપ
T Raja Singh : ભડકાઉ ભાષણો કરીને લોકોને હિંસા કરવા ઉશ્કેરવા માટે બીજેપી નેતાઓ બદનામ છે. હવે આ ક્રમમાં અન્ય એક નેતાનું નામ જોડાયુ છે.
બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે ફરીે વિવાદાસ્પદ ભડરાઉ નિવેદન આપ્યુછે. તેણે 2012 માં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા આપવામાં આવેલા 15 મિનિટના નિવેદનનો જવાબ આપતા બફાટ કર્યો.

હૈદરાબાદની ગોશામહલ બેઠકના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે, જેઓ 15 મિનિટ વાત કરે છે, સાંભળો જો અમે નાગા સાધુઓને આગળ રાખીશું તો તમારો આખો ઇતિહાસ સમાપ્ત થઈ જશે.
રાજા સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે, તમે લોકો કહો છો કે અમને 15 મિનિટ આપો, પોલીસને હટાવો, અમે 100 કરોડ હિન્દુઓને મારી નાખીશું. આવા લોકોને જવાબ આપતાં હું કહેવા માંગુ છું કે આ સમયે ઉત્તર પ્રદેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડો હિન્દુઓ પવિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા છે. સાધુઓ કુંભ મેળામાં ભાગ લઈ રહ્યા છે. નાગા સાધુઓનો પણ સમાવેશ થાય છે.
નાગા સાધુઓનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સનાતન ધર્મ પર સંકટ આવ્યું છે, ત્યારે તેમણે તલવાર, ભાલો અને ત્રિશૂળ ઉપાડીને ધર્મનું રક્ષણ કર્યું છે.
તેણે આગળ કહ્યું કે, જો નાગા સાધુઓને 15 મિનિટનો સમય આપવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં બધું સાફ થઈ જશે. અને જો આ સાધુઓને હૈદરાબાદ મોકલવામાં આવે તો જે લોકોએ ત્યાં 15 મિનિટ વાત કરી હતી તેઓ પાકિસ્તાન ભાગી જશે. હિન્દુઓ સાથે ન ટકરાવ. જ્યારે પણ હિન્દુ જાગ્યા છે ત્યારે તેણે ઇતિહાસ રચ્યો છે.
ટી રાજા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના ઉશ્કેરણીજનક નિવેદનનો વીડિયો શેર કર્યો છે, જેના કારણે આ નિવેદન અંગે વધુ ચર્ચા થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
