ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો
ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત બાદ દિલ્લી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલનુ નિવેદન આવ્યુ છે.
યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાએ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. રેપના આરોપીઓ દ્વારા જીવતી સળગાવી દેવાના પ્રયાસ બાદ પીડિતાને ગુરુવારે સાંજે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હજુ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયતની ઘટના બાદ દેશમાં ગુસ્સો ઓછો નથી થયો કે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતના સમાચારે સભ્ય સમાજને વધુ એક જખમ આપી દીધો. વળી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત બાદ દિલ્લી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલનુ નિવેદન આવ્યુ છે.

આરોપીઓને એક મહિનામાં જ ફાંસી આપી દેવી જોઈએઃ સ્વાતિ માલીવાલ
ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલે કહ્યુ, ‘હું ઉત્તર પ્રદેશ સરકારને અપીલ કરુ છુ કે આરોપીઓને એક મહિનામાં જ ફાંસી આપી દેવી જોઈએ.' સફદરગંજ હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા મુજબ ગેંગરેપ પીડિતાએ મોડી રાતે 11.40 વાગે અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટરોની ટીમે કહ્યુ કે પીડિતાને બચાવવાની પૂરી કોશિશ કરવામાં આવી પરંતુ તેને બચાવી શકાઈ નહિ. પીડિતાના મોત બાદ ફરીથી એક વાર મહિલા સુરક્ષા વિશે સવાલ ઉઠવા લાગ્યા છે.

પીડિતાને ઈલાજ માટે દિલ્લી લઈ જવાઈ હતી
પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ઘરે રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી. મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા. આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બંને આરોપી જામીન પર બહાર હતા.
|
ખરાબ રીતે બળી ચૂક્યુ હતુ પીડિતાનુ શરીર
પીડિતા 90 ટકા સુધી બળવા છતાં પણ એક કિલોમીટર સુધી ચાલી હતી. તેણે ખુદ પોલિસને ફોન કર્યો અને આરોપીઓના નામ જણાવ્યા. ત્યારબાદ પોલિસે આરોપીઓને પકડવા માટે શોધ શરૂ કરી. બાદમાં એક એક કરીને બધા આરોપી પકડાઈ ગયા. ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી અને તેના દોસ્તને ત્રણ દિવસ પહેલા જ જામીન મળ્યા હતા. પીડિતા કેસની સુનાવણી માટે કોર્ટમાં જઈ રહી હતી ત્યારે જ આ બંનેએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને તેને જીવતી સળગાવી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
