Swati Maliwal Case : સ્વાતિ માલિવાલ કેસમાં ધ્રુવ રાઠીની એન્ટ્રી, જાણો શું છે પુરો વિવાદ?
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ એક પછી એક નિવેદનો આપીને વિવાદને નવી હવા આપી રહી છે. હવે સ્વાતિ માલિવાલે આ વિવાદમાં ધ્રુવ રાઠીનું નામ લીધુ છે.
સ્વાતિ માલીવાલે હવે યુટ્યુબર ધ્રુવ રાઠી અને આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલીવાલે દાવો કર્યો છે કે AAP દ્વારા કરવામાં આવેલા ચારિત્ર્યની હત્યા અને ધ્રુવ રાઠી દ્વારા બનાવેલા એજન્ડા વીડિયો પછી તેને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

સ્વાતિ માલીવાલે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, મારી પાર્ટી એટલે કે AAPના નેતાઓ અને સ્વયંસેવકો દ્વારા મારા વિરુદ્ધ ચારિત્ર્ય હત્યા, શરમજનક અને લાગણીઓને ભડકાવવાના અભિયાન પછી મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
સ્વાતિ માલીવાલે પોસ્ટમાં આગળ લખ્યું કે, જ્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીએ મારી વિરુદ્ધ એકતરફી વીડિયો પોસ્ટ કર્યો ત્યારે આ વધી ગયું. જ્યાં સુધી પાર્ટી નેતૃત્વનો સંબંધ છે તે એકદમ સ્પષ્ટ છે કે તેઓ મારી ફરિયાદ પાછી ખેંચવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ધ્રુવ માટે મેં મારી સાઈડ તેને પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેણે મારા કૉલ્સ અને મેસેજ અવગણ્યા.
સ્વાતિ માલીવાલે આગળ લખ્યું કે, એતે શરમજનક છે કે તેના જેવા લોકો (ધ્રુવ રાઠી), જેઓ સ્વતંત્ર પત્રકાર હોવાનો દાવો કરે છે અને વાસ્તવમાં AAPના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યાં છે, તેમણે પીડિતાને એટલે કે મને એટલી હદે શરમજનક બનાવી છે કે હવે હું વધુ સહન કરી રહી છું.
સ્વાતિ માલીવાલે ધ્રુવ રાઠીએ પોતાની પોસ્ટમાં એવા તથ્યો ગણાવ્યા છે, જેનો ઉલ્લેખ તે (ધ્રુવ રાઠી) તેના 2.5 મિનિટના વીડિયોમાં કરવામાં નિષ્ફળ ગયો છે.
- ઘટના બની છે તે સ્વીકાર્યા પછી પાર્ટીએ તેના સ્ટેન્ડમાંથી યુ-ટર્ન લીધો.
- એમએલસી રિપોર્ટ જે હુમલાને કારણે થયેલી ઇજાઓ દર્શાવે છે.
- વિડિયોનો સિલેક્ટેડ ભાગ બહાર પાડવામાં આવ્યો અને પછી આરોપીનો ફોન ફોર્મેટ કરવામાં આવ્યો?
- આરોપીની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. શા માટે તેને ફરીથી તે જગ્યાએ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી? પુરાવા સાથે ચેડા કરવા?
- હમેશા યોગ્ય મુદ્દાઓ માટે ઉભી રહેતી મહિલા સુરક્ષા વગર એકલી મણિપુર ગઈ હતી, તેને ભાજપે કેવી રીતે ખરીદી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
