Swara Bhaskar ON CJI : ચીફ જસ્ટિસ પાસે પૂજા કરવાનો સમય છે ન્યાય કરવાનો નહીં-સ્વરા ભાસ્કર
Swara Bhaskar ON CJI : દેશની સમસ્યાઓ પર બેબાક રીતે પોતાની વાત રાખતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની મોદી સાથે પૂજા કરવા મુદ્દે ટિપ્પણી કરી છે.
સ્વરા ભાસ્કરે ગણેશ ચતુર્થીની ઉજવણી માટે પીએમ મોદીને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપવા બદલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આકરી ટીકા કરી છે.

સ્વરા ભાસ્કરે કહ્યું કે, CJI DY ચંદ્રચુડ પાસે વડાપ્રધાન મોદી સાથે ગણેશ પૂજા કરવાનો સમય છે. પરંતુ ન્યાય માટે નહીં. સ્વરા ભાસ્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે દેશની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
વીડિયોમાં સ્વરા ભાસ્કર કહેતી જોવા મળી રહી છે કે જજ પાસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચાર વર્ષથી જેલમાં રહેલા ઉમર ખાલિદનો કેસ સાંભળવાનો સમય નથી પરંતુ CJI DY ચંદ્રચુડ પાસે વડાપ્રધાન મોદી સાથે ગણેશની પૂજા કરવાનો સમય છે.
સમાચાર અનુસાર, સ્વરા ભાસ્કરે CJIની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, તમને શેનો ડર લાગે છે? તમારી પાસે પીએમ મોદી સાથે પૂજા કરવાનો સમય છે પરંતુ તમારી પાસે ન્યાય માટે 20 મિનિટ નથી? સ્વરાએ કહ્યું કે મેં પણ મારો અવાજ ઉઠાવ્યો અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, પરંતુ મને જેલમાં ન મોકલવામાં આવી..શા માટે?
કારણ કે મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. સત્તાવાળાઓને કદાચ મારી ધરપકડ કરવામાં અસુવિધાજનક લાગી. તેણીએ વધુમાં કહ્યું કે ઉમર ખાલિદ અને અન્ય લોકો તેમની મુસ્લિમ ઓળખને કારણે આસાન નિશાના પર હતા. તમે મુસ્લિમોને આતંકવાદી કહી શકો છો. તેઓએ વિચાર્યું હશે કે જો પૂર્વ નૌસેના અધિકારીની પુત્રીને આતંકવાદી તરીકે ઓળખવામાં આવે તો તે થોડું વધારે હશે.
સ્વરા ભાસ્કરે દિલ્હી હાઈકોર્ટના જજ અમિત શર્માની પણ ટીકા કરી, જેણે તાજેતરમાં જ ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા.
તેણીએ તેમના નિર્ણય પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, તમે શેનાથી ડરો છો? શું તમે શિક્ષિત નથી અને ટેક્સ નથી ભરતા? તમારી જાતને અલગ કરીને શું તમે ભારતના લોકો સાથે દગો નથી કરી રહ્યા? આ દરમિયાન સ્વરાએ કહ્યું કે માત્ર શબ્દોથી ન્યાય ન મળી શકે, કાર્યવાહી કરવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
