જમ્મુના સતવારીમાં શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યુ છે. મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ ડ્રોન જમ્મુના સતવારી વિસ્તારમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ જમ્મુમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા છે.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યુ છે. મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ ડ્રોન જમ્મુના સતવારી વિસ્તારમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ જમ્મુમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા છે. પહેલી ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા બે વિસ્ફોટ કરાયા હતા. ભારતમાં ડ્રોન બ્લાસ્ટનો આ પહેલો કેસ હતો, ત્યારબાદ સરકાર દ્વારા આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. પરંતુ આ ઘટના બાદ ખીણમાં સતત શંકાસ્પદ ડ્રોન દેખાઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ સેનાએ સ્થાનિક પોલીસ સ્ટેશનને શંકાસ્પદ ડ્રોન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઈએ કે ભારતીય નૌસેનાએ 10 જુલાઇએ જાહેરાત કરી હતી કે, જો કોઈ ડ્રોન નેવલ બેઝ આસપાસ દેખાય તો તેનો તાત્કાલિક નાશ કરવામાં આવે. આ વિસ્તારમાં ડ્રોન અને ખાનગી ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ડ્રોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ શ્રીનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૈન્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડ્રોન દ્વારા હુમલો ખૂબ જોખમી બની શકે છે. આ પહેલા 14 જુલાઇની રાત્રે 10 વાગ્યે બીએસએફએ શંકાસ્પદ ડ્રોન જોયું હતું, ત્યારબાદ આ ડ્રોન ઉપર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ડ્રોન પાકિસ્તાન પાછા ફરવામાં સફળ રહ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
