સિદ્ધૂ મૂસેવાલાને ગોળી મારનાર શંકાસ્પદ શૂટર સંતોષ જાધવની ધરપકડ
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલિસને મોટી સફળતા મળી છે.
અમૃતસરઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલિસને મોટી સફળતા મળી છે. પોલિસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે આ હુમલાખોરે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી છે. પૂણેની પોલિસે સંતોષ જાધવની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેના સાથીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ કુલવંત કુમાર સારંગલ આ ધરપકડ બાદ આજે મીડિયાને સંબોધિત કરી શકે છે અને આ મામલે વિસ્તારપૂર્વક માહિતી આપી શકે છે.

તમને જણાવી દઈએ કે જાધવ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે જેની 2021માં હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે ફરાર હતો. મૂસેવાલા મર્ડર કેસમાં સંતોષ જાધવ અને તેના પાર્ટનર નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યુ છે. ત્યારથી પૂણે ગ્રામીણ પોલીસે સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની શોધ શરૂ કરી હતી જેણે 2021માં જાધવને આશ્રય આપ્યો હતો. પૂણે પોલીસે ગયા અઠવાડિયે મકોકા કેસમાં મહાકાલની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે તેની પૂછપરછ પણ કરી હતી. મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી.
મુંબઈ પોલીસે સલીમ ખાન અને તેના પુત્ર સલમાન ખાનને મળેલી ધમકીના સંદર્ભમાં મહાકાલની પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે પૂણે ગ્રામીણ પોલીસે ગુજરાત અને રાજસ્થાનમાં અનેક ટીમો મોકલી હતી. આ પોલીસ ટીમોને જાધવની શોધ માટે મોકલવામાં આવી હતી. આ સ્થિતિમાં પોલીસે જે રીતે જાધવને કસ્ટડીમાં લીધો છે તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની સનસનાટીભરી હત્યા બાદથી હત્યાના આરોપીની શોધ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
