Haryana Elections 2024 : હરિયાણા ચૂંટણીમાં ચૌકાવનારા પરિણામો આવી રહ્યાં છે? યોગેન્દ્ર યાદવનો ચૌકાવનારો દાવો
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભાને ગણતરીના દિવસો બાકી છે. કોંગ્રેસ તરફી થઈ ગયેલી ચૂંટણીને લઈને યોગેન્દ્ર યાદવે મોટો દાવો કરી દીધો છે.
યોગેન્દ્ર યાદવની વાત કરીએ તો આ ચૂંટણીમાં બીજેપી વિરોધી લહેર ચાલી રહી છે અને કોંગ્રેસને તેનો જોરદાર ફાયદો થઈ રહ્યો છે.

યોગેન્દ્ર યાદવે જે દાવો કર્યો છે તે બીજેપી માટે ઉંઘ હરામ કરનારો છે. તેમનું માનીએ તો કોંગ્રેસ તરફી હવા આંધીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સૂનામીમાં બીજેપી સહિતની પાર્ટીઓ ઘણી ઓછી સીટો પર સમેટાઈ જશે.
યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે તેમાં કોઈ શંકા નથી. આ વખતે INLD, JJP, BSP કે AAP કોઈ મોટી ભૂમિકામાં નથી. તમામ લોકો જાણે છે કે આ સીધી હરીફાઈમાં કોંગ્રેસ બહુમતી મેળવી રહી છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, તમામ શક્યતાઓમાં સરકાર માત્ર કોંગ્રેસ દ્વારા જ રચાશે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ તે ચૂંટણીઓની શ્રેણીમાં આવે છે, જેનો નિર્ણય ચૂંટણીની જાહેરાત પહેલા જ નક્કી છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે પાર્ટીઓના મેનિફેસ્ટોના કારણે કેટલીક સીટો પ્રભાવિત થઈ શકે છે પરંતુ કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો છે. લોકોનો પહેલા જ મોહભંગ થઈ ગયો છે. જેજેપીએ બીજેપીનો હાથ પકડતા જ તેના તરફ પણ લોકોનો મોહભંગ થયો છે. સત્તા અને સમાજ વચ્ચેનો તાંતણો કિસાન આંદોલનમાં તુટી ગયો છે.
તેમણે કહ્યું કે, માત્ર કિસાન આંદોલન જ નહીં પરંતુ યૌન શોષણ સામે મહિલા રેસલરોના સંઘર્ષે સરકારની બાકી રહેલી શાખ વિખેરી નાંખી. રાજ્યમાં પહેલાથી જ બેરોજગારી હતી, પરંતુ અગ્નિવીર યોજનાએ ગ્રામીણ યુવાનોના સપના બરબાદ કર્યા. આ બતાવે છે કે ચૂંટણી પહેલા જ ખેડૂતો, સૈનિકો અને રેસલરો બીજેપીને હરાવી રહ્યાં છે. જનતાએ મન બનાવી લીધુ છે.
જણાવી દઈએ કે, હરિયાણામાં બીજેપીની રેલીઓમાં લોકોની સતત ભીડ ઘટી રહી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓની રેલીઓમાં લોકોની ઘટતી સંખ્યા ઘણા સવાલ ઉભા કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
