સુપ્રીમ કોર્ટને વધુ 5 જજ મળશે, જાણો કોલેજિયમે કોના નામ મોકલ્યા?
સુપ્રીમ કોર્ટમાં ખાલી પહેલી જગ્યાઓ માટે કોલેજિયમે 5 નામોની લરકારને ભલામણ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટમાં 7 જગ્યાઓ ખાલી છે.
નવી દિલ્હી : સરકાર સાથે બબાલ વચ્ચે હવે કોલેજિયમે વધુ 5 જજોની નિયુક્તિ માટે સરકારને નામ મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચીફ જસ્ટીસ ડિવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં દેશની અલગ અલગ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે 5 નામ મોકલ્યા છે. ANIના અહેવાલ અનુસાર, આ નામોમાં બિહારના બે નામ અને રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નામ સામેલ છે.

અહેવાલો અનુસાર, કોલિજિયમે બિહાર અને રાજસ્થાન સિવાય મણિપુર અને ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાંથી પણ જજોને બઢતી આપવાની ભલામણ કરી છે. બઢતી માટે ભલામણ કરાયેલા જજોના નામ નીચે મુજબ છે.
- જસ્ટિસ પંકજ મિથલ, ચીફ જસ્ટિસ, રાજસ્થાન હાઈકોર્ટ
- જસ્ટિસ સંજય કરોલ, ચીફ જસ્ટિસ, પટના હાઈકોર્ટ -બિહાર
- જસ્ટિસ પીવી સંજય કુમાર, ચીફ જસ્ટિસ, મણિપુર હાઈકોર્ટ
- જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, પટના હાઈકોર્ટ -,બિહાર
- જસ્ટિસ મનોજ મિશ્રા, અલ્હાબાદ હાઈકોર્ટ, ઉત્તર પ્રદેશ
કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા પાંચ જજોમાંથી ત્રણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. બે જુદી જુદી હાઈકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે. આ પાંચેયને સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે ભલામણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2022માં CJI NV રમનાની નિવૃત્તિ અને તેમના પછી બે મહિનાથી થોડો વધુ સમય માટે મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ યુયુ લલિત સાથે છેલ્લા લગભગ 6 મહિનામાં સુપ્રીમ કોર્ટના ઘણા ન્યાયાધીશો પણ નિવૃત્ત થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટમાં જજોની સાત જગ્યાઓ ખાલી પડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
