સુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે.
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે મૃતકના પરિવારે આ કેસને કઠુઆથી ચંદીગઢમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પરિવારજનોએ જીવનું જોખમ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ કેસને કઠુઆથી ટ્રાન્સફ રકરવાની સુપ્રિમ કોર્ટમાં અરજી નોંધવામાં આવી હતી.

કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા સોમવારે આદેશ આપ્યો કે આ કેસને સુનાવણી માટે પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવશે. બધી કામગીરી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેસની સુનાવણીની આગામી તારીખ 9 જૂલાઈ નક્કી કરવામાં આવી છે. વળી, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પઠાણકોર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પીડિતાના પરિવાર, તેમના વકીલ અને સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવાનું પણ કહ્યુ. આટલુ જ નહિ, સુપ્રિમ કોર્ટે આ કેસની ફરીથી સીબીઆઈ તપાસ કરાવવાની માંગની અરજી ફગાવી દીધી છે.
વળી, આજે સુપ્રિમ કોર્ટમાં જમ્મૂ કાશ્મીર સરકાર તરફથી રાજ્યમાં જ આ કેસની ઈમાનદારીથી ટ્રાયલ કરાવવાની વાત કહેવામાં આવી છે. આ કેસને જમ્મૂ-કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવાનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. જમ્મૂ કાશ્મીર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યુ કે તે રાજ્યમાં નિષ્પક્ષ સુનાવણી માટે તૈયાર છે પરંતુ તે આ કેસને બીજા રાજ્યમાં મોકલવાનો વિરોધ કરે છે. પીડિતાના પિતાનો પક્ષ રાખી રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રિમ કોર્ટને કહ્યું હતુ કે રાજ્યનું વાતાવરણ એવુ નથી કે આ કેસની વ્યવસ્થિત ટ્રાયલ અહીં થઈ શકે. ત્યાંનું વાતાવરણ ધ્રુવીકરણ કરે તેવુ છે. આના પર કોર્ટે સરકારને નોટિસ જારી કરીને જવાબ આપવાનું કહ્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
