મહારાષ્ટ્ર વસૂલી કેસમાં CBI તપાસ થશે કે નહિ? અનિલ દેશમુખની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે ગુરુવારે(8 એપ્રિલ) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરશે.
મુંબઈઃ સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે ગુરુવારે(8 એપ્રિલ) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરશે. મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે. બૉમ્બે હાઈકોર્ટે પૂર્વ મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને વસૂલીના આરોપોની કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ) પાસે તપાસ કરાવવાના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના આ ચુકાદાને મહારાષ્ટ્ર અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની એક પીઠ આ અરજી પર સુનાવણી કરશે.

બૉમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે અનિલ દેશમુખ સામે પરમબીર સિંહે જે આરોપ લગાવ્યા છે તેણે મહારાષ્ટ્ર પોલિસમાં નાગરિકોના વિશ્વાસ ઘટાડવાની કોશિશ કરી છે માટે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બૉમ્બે હાઈકોર્ટમાં મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી એસ કુલકર્ણીની ખંડપીઠે કરી હતી.
હાઈકોર્ટે પોતાના આદેશમાં સીબીઆઈને કહ્યુ છે કે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા લગાવામાં આવેલા આરોપીની તપાસનો પ્રારંભિક રિપોર્ટ 15 દિવસની અંદર પૂરો કરો. આ નિર્ણયના થોડા કલાક બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
