Article 370 ને હટાવવાના વિરોધ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા સામે અરજી પર સુનાવણી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં આજે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા સામે અરજી પર સુનાવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ એસએ બોબડે, અબ્દુલ નઝીરની બેંચ આ અંગે દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી કરશે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પણ આ આર્ટિકલ 370ને હટાવવા સામે અરજી દાખલ કરી હતી. તેમણે પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓને મળવા માટે જમ્મુ કાશ્મીર જવા દેવાની અનુમતિ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

supreme court

તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર બે વાર જવાની કોશિશ કરી છે પરંતુ બંને વાર તેમને એરપોર્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના પરિવારને મળવા માટે અનુમતિ આપવાની અપીલ કરી છે. જમ્મુ કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને પણ ઘાટીમાં આર્ટિકલ 370ને હટાવવાનો વિરોધ કર્યો છે અને તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. લોને સ્ટેટ રીઑર્ગેનાઈઝેશન બિલનો પણ વિરોધ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આર્ટિકલ 370 હટાવાયા બાદ આની સામે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે 8 અરજીઓ પર સુનાવણી કરશે. રાજ્યસભા સાંસદ અને એમડીએમકેના સંસ્થાપક વાયકોએ પણ આની સામે અરજી દાખલ કરી છે, તેમની અરજી પર પણ કોર્ટ સુનાવણી કરશે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને કોર્ટમાં હાજર કરવામાં આવે જેમને ઘણા દિવસોથી નજરબંધ કરીને રાખવામાં આવ્યા છે. સીતારામ યેચુરીએ પણ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટ આજે આ તમામ અરજીઓ પણ સુનાવણી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X