આજથી શરૂ થશે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી
અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે.
અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે. સુપ્રીમ કોર્ટ વર્ષ 2010 માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવાના ચુકાદાના વિરોધમાં દાખલ કરેલ યાચિકાઓ પર આજથી સુનાવણી કરશે. આ તમામ યાચિકાઓ પર સુનાવણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટીસ સકેએમ જોસેફની પીઠ કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ પહેલા જ અયોધ્યા વિવાદ મામલાની સુનાવણી નક્કી સમયમર્યાદામાં ખતમ કરવાની વાત કરી હતી.

મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી
આ પહેલા 27 સપ્ટેમ્બર 1994 ના રોજ સુપ્રીમ કોર્ટ પોતાના એ ચુકાદા પર ફરીથી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેમાં કોર્ટે એ કહ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કહ્યુ હતુ કે આ મામલાનો નિર્ણય દીવાની વાદ રૂપે થશે. આનો ચુકાદો પુરાવાઓના આધારે થશે.

ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવાનું રહેશે
આ બેંચની અધ્યક્ષતા પૂર્વ સીજેઆઈ જસ્ટીસ દીપક મિશ્રાએ કરી હતી. આ બેંચમાં જસ્ટીસ અશોક ભૂષણ પણ શામેલ હતા. આ બેંચે કહ્યુ હતુ કે એ જોવાનું રહેશે કે 1994 માં પાંચ સભ્યોની ખંડપીઠે પોતાનો ચુકાદો કયા સંદર્ભમાં સંભળાવ્યો હતો. વળી, આ બેંચના ત્રીજા જજ જસ્ટીસ એક અબ્દુલ નઝીરે બંને જજો સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ મામલાને ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવો પડશે અને તેને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવો પડશે.

જમીન સમાન રૂપે વહેંચવી
તેમણે કહ્યુ હતુ કે આપણે વિસ્તારથી વિચાર કરવાની જરૂર છે કે શું મસ્જિદ ઈસ્લામનું અંગ છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બર 2010 ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે 2.77 એકર જમીનને ત્રણ પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલ્લા વચ્ચે સમાન રૂપે વહેંચી દેવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
