Manish Sisodia Bail : મનીષ સિસોદિયાને જામીન આપતા સુપ્રીમ કોર્ટ ED-CBI અને નીચલી કોર્ટનો ઉધડો લીધો
વિપક્ષી નેતાઓને જેલમાં રાખવાના નરેન્દ્ર મોદી-અમિત શાહના છડયંત્રમાં સામેલ ઈડી-સીબીઆઈનો સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો છે. મનીષ સિસોદિયાને જામીન આપવા સાથે સુપ્રીમ કોર્ટે કઠોર ટિપ્પણીઓ કરી.
સુપ્રીમ કોર્ટે 9 ઓગસ્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 17 મહિનાથી જેલમાં રહેલા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે. ગયા વર્ષે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ CBI દ્વારા પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

શુક્રવારે જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયાએ CBI કેસમાં 13 અને ED કેસમાં 14 અરજીઓ નીચલી કોર્ટમાં દાખલ કરી પરંતુ કેસ આગળ વધતો રહ્યો. સુપ્રીમ કોર્ટે આ મામલે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ બંનેને ફટકાર લગાવી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કઠોર શબ્દોમાં કહ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં 400 થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કેસનો અંત આવે તેવી કોઈ શક્યતા જણાતી નથી.
મનીષ સિસોદિયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હશે. નીચલી અદાલત અને હાઈકોર્ટે એ સિદ્ધાંત સમજવો જોઈએ કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, મનીષ સિસોદિયાને જામીન માટે નીચલી કોર્ટમાં મોકલવા એ ન્યાયનું અપમાન હશે. ઝડપી ટ્રાયલ અંગે ED અને CBIના વલણ વિરોધાભાસી છે. આ કેસને ટ્રાયલ કોર્ટમાં મોકલવો એ સાપ અને સીડીની રમત સમાન હશે. આ સમગ્ર મામલામાં સિસોદિયાની કોઈ ભૂલ નથી, બલ્કે વિલંબ ED અને CBI દ્વારા કરવામાં આવ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો. સિસોદિયાએ ટ્રાયલમાં વિલંબનું કારણ આપીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી હતી.
બીજી તરફ CBI અને EDએ આનો વિરોધ કર્યો અને વિલંબ માટે મનીષ સિસોદિયાને જવાબદાર ઠેરવ્યા. આના પર મનીષે પોતાને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે તેની સામે કોઈ પુરાવા નથી. તેમણે લઘુત્તમ સજાના અડધા સમયગાળાની બરાબર જેલમાં વિતાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
