Supreme court news : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે સુપ્રીમ કોર્ટના તમામ જજોએ સંપતિ જાહેર કરવી પડશે
Supreme court news : સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ન્યાયતંત્રની પારદર્શકતા અને જનતામાં વિશ્વાસ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં 1 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના 33 ન્યાયાધીશો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.

આ નિર્ણય અનુસાર, તમામ ન્યાયાધીશોએ ચાર્જ સંભાળતાની સાથે જ તેમની મિલકતની વિગતો જાહેર કરવી પડશે. જો કે આ પહેલીવાર નથી.
આ પહેલો પ્રસંગ નથી જ્યારે ન્યાયાધીશોએ પોતાની મિલકત જાહેર કરવાનું નક્કી કર્યું હોય. 26 ઓગસ્ટ 2009ના રોજ પણ સુપ્રીમ કોર્ટના તત્કાલિન ન્યાયાધીશોએ પોતાની મિલકતની વિગતો જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટ અનુસાર, મિલકત જાહેર કરવાની પદ્ધતિ અને સમયરેખા હજી નક્કી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવશે.
હાલમાં ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસને તેમની મિલકતની માહિતી આપવી ફરજિયાત છે, પરંતુ તેને જાહેર કરવી ફરજિયાત નહોતી. હવે આ પગલું ભવિષ્યમાં ન્યાયતંત્રની પારદર્શકતા વધારશે.
આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે દિલ્લી હાઈકોર્ટના જજ યશવંત વર્માની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં જ તેમના ઘરેથી અડધી બળી ગયેલી નોટો મળતા તે અંગે તપાસ શરુ થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાનું સુઓ મોટો સંજ્ઞાન લેતા કોલેજિયમ તપાસના આદેશ આપ્યા છે.
આ નિર્ણયથી ન્યાયતંત્ર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધશે અને ભવિષ્યમાં વધુ પારદર્શકતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
