દિલ્હી લીકર કેસમાં સંજય સિંહને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

દિલ્હી લીકર પોલીસી કેસમાં સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા સંજય સિંહને મોટી રાહત આપી છે. કોર્ટે 6 મહિના બાદ સંજય સિંહને રાહત આપી દીધી છે.

તિહાર જેલમાં બંધ રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. કોર્ટના આદેશ બાદ સંજય સિંહ હવે બહાર આવશે. સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી આ રાહત મળી છે.

Sanjay Singh

કોર્ટે કહ્યું કે, જામીનની શરતો ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે સંજય સિંહ તેમની રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકે છે. જ્યાં સુધી ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે જામીન પર રહેશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે, તેમને જામીન આપવામાં કોઈ વાંધો નથી. સંજય સિંહની ગયા વર્ષે 4 ઓક્ટોબરે કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને જામીન મળવાથી આમ આદમી પાર્ટી માટે મોટી રાહત મળી છે.

AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ કેસમાં EDની કસ્ટડીમાં છે. તે 15 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં છે.

સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટે EDને કહ્યું હતું કે તે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં જણાવે કે શું AAP નેતા અને સાંસદ સંજય સિંહને 6 મહિનાની કેદ પછી પણ વધુ કસ્ટડીની જરૂર છે?

સંજય સિંહ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાની દલીલો રજૂ કરી. સંજય સિંહે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X