કાંવડિયા પર સુપ્રિમ કોર્ટનું આકરુ વલણ, કડક કાર્યવાહીના નિર્દેશ
દિલ્હી-એનસીઆરમાં હાલમાં ચાલી રહેલી કાંવડિયાઓની ગુંડાગિરી પર સુપ્રિમ કોર્ટે કડકાઈ બતાવી છે. સુપ્રિમ કોર્ટે પોલિસને આદેશ આપ્યા છે કે તે કાયદો હાથમાં લેતા કાંવડિયાઓ સામે કડક કાર્યવાહી કરે.
દિલ્હી-એનસીઆરમાં હાલમાં ચાલી રહેલી કાંવડિયાઓની ગુંડાગિરી પર સુપ્રિમ કોર્ટે કડકાઈ બતાવી છે. સુપ્રિમ કોર્ટે પોલિસને આદેશ આપ્યા છે કે તે કાયદો હાથમાં લેતા કાંવડિયાઓ સામે કડક કાર્યવાહી કરે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કાયદા અમલીકરણ એજન્સીઓને કાંવડિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ કે જે કાંવડિયાઓ સંપત્તિને નુકશાન પહોંચાડી રહ્યા છે અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી રહ્યા છે પોલિસ તેમની સામે કડક કાર્યવાહી કરે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં ભારતના એટર્ની જનરલ કે કે વેણગોપાલે દેશભરમાં કાંવડિયાઓના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વેણગોપાલે દેશભરમાં કાંવડિયાઓના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કે કે વેણુગોપાલે સુપ્રિમ કોર્ટને અશાંતિના સમાધાન અંગે સૂચનો માંગ્યા હતા. સરકારના મોટા વકીલે કહ્યુ કે કાંવડિયા વાહનો ઉંધા પાડી રહ્યા છે અને પોલિસ ઉભા ઉભા જોઈ રહે છે. કે કે વેણુગોપાલે સુપ્રિમ કોર્ટને અશાંતિના સમાધાન અંગે સૂચનો માંગ્યા હતા. એ જી સાથે સંમત જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે કાંવડિયા વારાણસી અને અલાહાબાદમાં હાઈવેમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે પોલિસને તે કાંવડિયાઓ સામે કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા જે આ બર્બરતામાં શામેલ હતા અને જેમણે કાયદો પોતાના હાથમાં લીધો હતો. કોર્ટમાં આ મામલે સરકારના વલણ પર ચર્ચા થઈ છે. રાજકીય ટિપ્પણીકારોનું માનવુ છે કે સરકાર ધર્મ અને ભક્તિના નામે ગુંડાગિરીને પરવાનગી આપી રહી છે.

સુપ્રિમ કોર્ટમાં ઉઠ્યો મોતીનગરનો મામલો
આ ઉપરાંત એ-જી એ સુપ્રિમ કોર્ટને સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓ માટે દિશાનિર્દેશ કરવાનો પણ આગ્રહ કર્યો છે. મોટી અદાલતમાં 7 ઓગસ્ટે દિલ્હીના મોતીનગર કાંવડિયાઓ દ્વારા કરવામાં આવેલા ઉપદ્રવનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો. આ તરફ દિલ્હી પોલિસે મોતીનગર વિસ્તારમાં કાંવડિયાઓ દ્વારા એક કાર પર હુમલો કરાયાના મામલામાં એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ રાહુલ ઉર્ફે બિલ્લા (26) તરીકે થઈ છે. આરોપી દિલ્હીના ઉત્તમનગર વિસ્તારનો રહેવાસી છે. હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ રાહુલ જૂનો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. તે ચોરીના એક કેસમાં જામીન પર બહાર છે અને છ-સાત મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે.

દિલ્હી બાદ યુપીમાં કાંવડિયાઓએ મચાવ્યો આતંક
વળી, કાલે કાંવડિયાઓના આતંકની દેશભરમાંથી ઘણી ઘટનાઓ સામે આવી. ગુરુવારે યુપીના મુઝફ્ફરનગરમાં પણ કાંવડિયાઓએ કાર અડીને જવા પર તેની બરાબર તોડફોડ કરી દીધી હતી જેમાં કારમાં બેઠેલા લોકો ઘાયલ થઈ ગયા હતા. આ પહેલા પણ યુપીના બુલંદશહરમાં કાંવડિયાઓએ એક કાર પર હુમલો કરી દીધો હતો. આ કાર એક મહિલા ચલાવી રહી હતી જે યેનકેન પ્રકારે ત્યાંથી ભાગી ગઈ અને પોતાનો જીવ બચાવ્યો. કાંવડિયાઓએ પોલિસ સાથે મારામારી પણ કરી અને પોલિસની કારને ડંડા મારીને નુકશાન પણ પહોંચાડ્યુ. આ દરમિયાન પોલિસ પણ લાચાર જોવા મળી. આ ઘટના 7 ઓગસ્ટની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
