સુપ્રિમ કોર્ટમાં કલમ 35એ પર સુનાવણી ટાળવા માટે આપવામાં આવ્યા આ તર્ક
જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 35એ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં ફરીથી એક વાર સુનાવણી ટળી ગઈ છે. આ બાબતે આગામી સુનાવણી માટે કોર્ટે 19 જાન્યુઆરી, 2019 ની તારીખ નક્કી કરી
જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 35એ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં ફરીથી એક વાર સુનાવણી ટળી ગઈ છે. આ બાબતે આગામી સુનાવણી માટે કોર્ટે 19 જાન્યુઆરી, 2019 ની તારીખ નક્કી કરી છે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે યોજાનાર સુનાવણી પર અલગાવવાદીઓએ ઘાટીમાં બે દિવસનો બંધ આપ્યો હતો. વળી, સુપ્રિમ કોર્ટમાં કલમ 35એ પર સુનાવણી ટાળવાની માંગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેએ કરી હતી.

સુપ્રિમ કોર્ટમાં ટળી સુનાવણી
શુક્રવારે કલમ 35 એ બાબતે સુનાવણી શરૂ થઈ તો કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી અને કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણીને જોતા તેની સુનાવણી ટાળી દેવી જોઈએ. કેન્દ્ર સરકારે આશંકા જતાવી કે આ સુનાવણીના કારણે રાજ્યમાં યોજાનાર પંચાયત ચૂંટણી દરમિયાન હિંસક ઘટનાઓ થઈ શકે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવી મોટો પડકાર સાબિત થઈ જશે.

પંચાયત ચૂંટણીનો આપ્યો હવાલો
રાજ્ય સરકારે પણ ઘાટીમાં અશાંતિની આશંકા વ્યક્ત કરી હતી અને કલમ 35એની સુનાવણી ટાળવાની કોર્ટને માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટમાં એએસજી તુષાર મહેતાએ જમ્મુ કાશ્મીર સરકારનો પક્ષ રાખતા કહ્યુ કે બધી એજન્સીઓ હાલમાં રાજ્યમાં પંચાયત ચૂંટણીઓ સંપન્ન કરાવવાની તૈયારીઓમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી કે કે વેણુગોપાલે આનું સમર્થન કરતા કહ્યુ કે રાજ્યમાં પહેલા પંચાયત ચૂંટણી પૂરી થવા દો જેથી કોઈ હિંસક ઘટનાઓ ન બને. સુપ્રિમ કોર્ટે બંને સરકારોની દલીલો માની લીધી અને જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી 35એ કલમની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી માટે 19 જાન્યુઆરી, 2019 ની આગામી તારીખ નક્કી કરી.

‘સુનાવણી થતી તો નુકશાન થતુ'
પીડીપી તરફથી મુઝફ્ફર બેગે કહ્યુ કે આ સમજદારીભર્યો નિર્ણય છે. તેમણે કહ્યુ કે સુનાવણી ટાળવાથી કોઈ નુકશાન નથી પરંતુ જો સુનાવણી થતી તો નુકશાન થતુ અને પંચાયત ચૂંટણીઓ પર તેની અસર પડી શકતી હતી. તમને જણાવી દઈએ કે કલમ 35એ ની બંધારણીય માન્યતાને પડકારતી મુખ્ય અરજી ‘વી ધ સિટિઝન' નામની એનજીઓએ દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે આ અનુચ્છેદના કારણે રાજ્યની બહારના નાગરિકોને સંપત્તિ ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
