SCના 4 જજોએ સાર્વજનિક કરેલ પત્ર અને મુખ્ય વાતો
ભારતીય ઇતિહાસમાં પહેલીવાર ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્રકાર પરિષદનું સંબોદન કર્યું હતું. જેમા તેઓએ પત્રને સાર્વજનિક કર્યો હતો અને બીજી અન્ય વર્તમાન સમયની તેમની પરિસ્થિતની પણ જણાવી હતી.
ભારતીય ઇતિહાસમાં પહેલીવાર ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્રકાર પરિષદનું સંબોદન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ચેલમેશ્વર, જોસેફ કુરિયન, રંજન ગોગોઈ અને એમ.બી.લોકુર હાજર હતા. તમામ ન્યાયાધીશોએ પોતાની વાત રજૂ કરી હતી. આના પરથી ચારેય વરિષ્ઠ ન્યાયાધીશોનો CJI સાથેનો મતભેદ સામે આવ્યો છે.

ભ્રષ્ટાચારની ફરિયાદ ન સાંભળી
ન્યાયાધીશ ચેલમેશ્વરે જણાવ્યું કે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળી નહીં. અમે નથી ઇચ્છતા કે 20 વર્ષ પછી અમારી પર કોઇ આરોપ મુકાય. જજો અંગે CJIને ફરિયાદ કરી હતી, તેમણે અમારી વાત ન સાંભળી. અમે દેશ પ્રત્યેની અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને મજબૂર થઇને મીડિયા સામે આવ્યા છીએ. ચીફ જસ્ટિસ અંગે દેશ નિર્ણય લે.

અદાલતની નિષ્ઠા પર પ્રશ્ન
તેમણે આગળ કહ્યું કે, અદાલતની નિષ્ઠા પર સવાલ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ ચેલમેશ્વર, ચીફ જસ્ટિસ બાદ બીજા ક્રમના સૌથી સીનિયર જજ છે. નવેમ્બર માસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જસ્ટિસ ચેલમેશ્વરનો નિર્ણય ફેરવી કાઢ્યો હતો. આ પત્રકાર પરિષદમાં ન્યાયાધીશ રંદન ગોગોઈએ કહ્યું કે, જસ્ટિસ લોયાના મામલેનો પણ CJIના પત્રમાં ઉલ્લેખ છે.

7 પાનાનો એ પત્ર
પત્રકાર પરિષદમાં તેણે 7 પાનાનો એ પત્ર પણ જાહેર કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, અમે ખૂબ કષ્ટ સાથે તમારા(CJI - ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) સામે આ વાત રજૂ કરવા માંગીએ છીએ. કોર્ટ તરફથી આપવામાં આવેલ કેટલાક ચૂકાદાઓને કારણે ન્યાયપાલિકાની આખી વ્યવસ્થા પ્રભાવિત થઇ છે. સાથે જ અન્ય અદાલતોની સ્વતંત્રતાપણ પ્રભાવિત થઇ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશના કામ પર પણ અસર થઇ છે. સ્થાપના બાદથી કલકત્તા, બોમ્બે અને મદ્રાસ હાઇકોર્ટમાં નિયમ અને પરંપરાઓ નક્કી હતી. આ કોર્ટની કામગીરીઓ પર અદાલતના ચૂકાદાએ વિપરીત અસર કરી છે, જ્યારે કે સર્વોચ્ચ અદાલતની સ્થાપના આ ઉચ્ચ ન્યાયાલયોની એક સદી પછી થઇ હતી.

અદાલતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા નથી માંગતા
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, સામાન્ય નિયમ છે કે, ચીફ જસ્ટિસ પાસે રોસ્ટર બનાવવાનો અધિકાર હોય અને તેઓ નક્કી કરે કે કઇ બેંચ અને ન્યાયાધીશ કયા મામલાની સુનવણી કરશે. દેશના કાયદાનુસાર, ચીફ જસ્ટિસ બરાબરીના ન્યાયાધીશોમાં પહેલા ક્રમાંકે આવે છે, પરંતુ તેઓ કોઇથી નાના કે મોટા નથી હોતા. એવા ઘણા મામલા છે, જેનું મહત્વ દેશ માટે ઘણું વધારે છે, પરંતુ મુખ્ય ન્યાયાધીશે એ મામલાઓને તર્કના આધારે લેવાની જગ્યાએ પોતાની પસંદિત બેંચોને સોંપ્યા હતા. આની પર કોઇ પણ પરિસ્થિતિમાં રોક લાગવી જોઇએ. અમે કોઇ પણ મામલાનો ઉલ્લેખ કરી અદાલતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા નથી માંગતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
