દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણો
દેશભરમાં ફટાકડાનું વેચાણ થશે કે નહિ તેના પર સુપ્રીમ કોર્ટે આજે ખૂબ જ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.
દેશભરમાં ફટાકડાનું વેચાણ થશે કે નહિ તેના પર સુપ્રીમ કોર્ટે આજે ખૂબ જ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દેશભરમાં ફટાકડા સંપૂર્ણપણે પ્રતિબંધિત નહિ થાય પરંતુ ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે મંજૂરી આપી છે. ફટાકડા વેચવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યુ કે દિવાળીના દિવસે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાના વેચાણ અંગેના કોર્ટના નિર્દેશ બધા તહેવારો અને લગ્નો પર પણ લાગુ રહેશે. આવો જાણીએ ફટાકડા માટે શું છે સુપ્રીમ કોર્ટની શરતો...

સુપ્રીમ કોર્ટે શરતો સાથે ફટાકડા ફોડવાની આપી મંજૂરી
1. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દિવાળી પર માત્ર બે કલાક એટલે કે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
2. ક્રિસમસ અને ન્યૂ યર પર 11.45 થી 12.15 સુધી જ ફટાકડા ફોડી શકાશે.
3. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપતા કહ્યુ કે ઓછા એમિશનવાળા ફટાકજાને જ મંજૂરી આપવામાં આવશે.
4. માત્ર લાયસન્સધારકો જ ફટાકડા વેચી શકશે.
5. આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

તહેવારો અને લગ્નો પર પણ નિર્દેશ લાગુ
6. અદાલતે કહ્યુ કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાનો ઉપયોગ કરવો જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.
7. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ફટાકડામાં હાનિકારક કેમિકલ ન હોવા જોઈએ.
8. કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ફટાકડની ફેક્ટ્રીની તપાસ કરવી.
9. કોર્ટ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદા સમગ્ર દેશમાં લાગુ થશે અને કોર્ટના આદેશસ પર અમલ કરવા માટે દરેક વિસ્તારમાં SHO જવાબદાર રહેશે.
10. આદેશનું પાલન નહિ કરવાની સ્થિતિમાં SHO ને પર્સનલી કોર્ટની અવગણનાના દોષિત માનવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં ફટાકડાના પ્રતિબંધની માંગનો વિરોધ કર્યો હતો.

કેન્દ્રએ સંપૂર્ણપણે ફટાકડા પ્રતિબંધિત કરવાનો વિરોધ કર્યો હતો
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધની માંગનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ કહ્યુ કે ફટાકડાના ઉત્પાદન અંગે નિયમ વધુ સારા બનાવવાની જરૂર છે. એલ્યુમિનિયમ-બેરિયમ જેવી સામગ્રીનો ઉપયોગ રોકવો પડશે. ફટાકડા ઉત્પાદક અને વેચાણકર્તાઓએ પણ કોર્ટને કહ્યુ કે કોઈ ઠોસ વૈજ્ઞાનિક રિસર્ચ વિના ગયા વર્ષે દિલ્લીમાં ફટાકડાનું વેચાણ રોકી દેવામાં આવી હતી જેના કારણે લાખો લોકોનો રોજગાર પ્રભાવિત થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
