ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલને લઈ આવ્યા આ સમાચાર
અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલના ફેન્સ માટે સારા સમાચરા આવ્યા છે. સની દેઓલની બ્લોક બસ્ટર ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'ની સિક્વલ બનવા જઈ રહી છે.
અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલના ફેન્સ માટે સારા સમાચરા આવ્યા છે. સની દેઓલની બ્લોક બસ્ટર ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'ની સિક્વલ બનવા જઈ રહી છે. 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલમાં સની દેઓલ ફરી એકવાર તારાસિંહના રોલમાં દેખાશે. સાથે હશે ગદરની સકીના એટલે કે અમીષા પટેલ. અનિલ શર્માએ ડિરેક્ટ કરેલી ગદર તે સમયે બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી હતી.

ગદર એક પ્રેમકથાની બનશે સિક્વલ
આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં હતા. હવે એવા અહેવાલ છે કે ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે આ ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી, ત્યાંથી આગળની વાર્તા સિક્વલમાં બતાવાશે. સની દેઓલ અને અમીષા પટેલ તથા તેમના પુત્ર જીતની સ્ટોરી હશે. આ ફિલ્મ ઉપરાંત સની દેઓલ અને અનિલ શર્માની વધુ એક ફિલ્મ 'અપને'ની સિક્વલ પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમા સની દેઓલની સાથે બોબી દેઓલ અને ધર્મેન્દ્ર લીડ રોલમાં હતા.

18 વર્ષે પાછો ફરશે તારા સિંહ
18 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ લગભગ 250 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ માત્ર 18 કરોડમાં બની હતી. પ્રોડક્શન સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું,'અમે 15 વર્ષથી ગદરની સિક્વલ પર કામ કરી રહ્યા છીએ. ગદર તારા, સકીના અને જીતની સ્ટોરી હશે. આ ફિલ્મમાં ભારત પાકિસ્તાન એન્ગલ પર જ આગળ વધશે. ગદર તેના વિના અધુરી છે. કલાકારો પણ બાહુબલી, રેમ્બો અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની જેમ એ જ રહેશે. અમે સની સાથે પણ આ મામલે ચર્ચા કરી છે.'

અમીષા પટેલ પણ હશે ફિલ્મનો ભાગ
લગભગ 18 વર્ષ પહેલા 15 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલાની સાથે ફિલ્મમાં લવસ્ટોરી હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી હતી અને ફિલ્મમાં સની દેઓલનો રોલ ખૂબ જ વખણાયો હતો. ફિલ્મમાં સની દેઓલની સામે અમીષા પટેલ હતી. આ ફિલ્ના ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ જ ફિલ્મમાં સની દેઓલનો હેન્ડ પંપ ઉખાડવાનો સીન પણ દર્શાવાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
