કરણી સેનાએ આજે રાજસ્થાન બંધનુ કર્યુ આહ્વાન, સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા પોલિસ પકડથી દૂર
Sukhdev Singh Gogamedi Murder Rajasthan Bandh: સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અન્ય સમુદાયોએ બંધનું એલાન આપ્યું છે. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે એટલે કે બુધવારે દિવસ દરમિયાન રાજ્યવ્યાપી 'બંધ'નું એલાન કરવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે ગોગામેડીને તેના ઘરના લિવિંગ રૂમમાં દિવસ દરમિયાન ત્રણ અજાણ્યા સશસ્ત્ર માણસોએ ગોળી મારી દીધી હતી, જેમાંથી એકનું વળતા ગોળીબારમાં મૃત્યુ થયું હતું.

આ દરમિયાન ત્યાં હાજર ગાર્ડ અજીત સિંહ ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અજીત હાલમાં આઈસીયુમાં છે અને તેની હાલત નાજુક છે. ઘટના બાદ તરત જ, કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્ય રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. રોહિત ગોદરાએ ફેસબુક પર જણાવ્યું હતું કે કરણી સેના પ્રમુખની હત્યાની સંપૂર્ણ જવાબદારી તેની ગેંગે લીધી છે.
રોહિત ગોદરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે ગોગામેડી આપણા દુશ્મનોને મદદ કરતા હતા, તેમને મજબૂત કરતા હતા. જ્યાં સુધી આપણા દુશ્મનોનો સંબંધ છે, તેઓએ તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખવી જોઈએ. અમે તેમને પણ જલ્દી મળીશું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
