જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યો આપ મંત્રીને 10 કરોડ આપ્યાનો આરોપ
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે. રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે.

રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વર્તમાન સમયમાં સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં બંધ છે, જ્યાથી કોઇ ઓફિસિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુકેશ ચંદ્રશેખર વતી તેમના વકીલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને એક પત્ર સોંપ્યો છે. આ પત્રમાં સુકેશે જણાવ્યું હતું કે, તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
સુકેશે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેણે તિહાડમાં પ્રોટેક્શન મની આપી છે. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં તિહાડ જેલમાં બંધ છે. સુકેશ ચંદ્રશેખરનો આરોપ છે કે, સત્યેન્દ્ર જૈનને ડીજી જેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતા ભાજપ નેતા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, એલજી વી. કે. સક્સેનાને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખર વતી કહેવામાં આવ્યું છે કે, તેઓ AAP નેતાને 2015 થી ઓળખે છે. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં મુખ્ય પદ આપવાનું વચન આપ્યા બાદ તેણે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.
સુકેશે કહ્યું કે, વર્ષ 2017માં મારી ધરપકડ બાદ હું તિહાડ જેલમાં કેદ હતો અને સત્યેન્દ્ર જૈનને ઘણી વખત મળ્યો હતો. તેમના સેક્રેટરીએ મને પ્રોટેક્શન મની તરીકે દર મહિને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. એવી પણ ચર્ચા છે કે, આ પત્ર ચંદ્રશેખરે પોતાના હાથે લખ્યો છે, જે એલજીને મોકલવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
