ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સુબ્રમણ્યમ સ્વાપીમએ કાઢી બે મોટી ભૂલ
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સુબ્રમણ્યમ સ્વાપીમએ કાઢી બે મોટી ભૂલ
નવી દિલ્હીઃ ભાજપ માટે તેમના જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મુશ્કેલી પેદા કરી દીધી છે. વરિષ્ઠ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વાપીમે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાંથી બે મોટી ભૂલ શોધી કાઢી. તેમણે ટ્વિટર મારફતે ઘોષણા પત્રમાં કરવામાં આવેલ બે મોટી ભૂલનો ઉલ્લેખ કર્યો. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની આવક બેગણી કરવાની વાત કહી છે જેને લઈ સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટી પર સવાલ ઉઠાવ્યા.

બે મોટી ભૂલ
ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્રમાં કહ્યું કે તેઓ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરી દેશે. જેના પર સવાલ ઉઠાવતા શુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તેનો મતલબ એ છે કે દેશના 24 ટકાનો ઝડપી ગતિએ વિકાસ કરવો પડશે જે બહુ મુશ્કેલ છે. દેશ મહત્તમ 10 ટકા પ્રતિવર્ષની સ્પીડે વિકાસ કરી શકે છે. આ ઉપરાંત સુબ્રમણ્યમ સ્વામીએ જે બીજી ભૂલ કાઢી તે છે કે દેશની જીડીપી દુનિયાની ત્રીજી સૌથી મોટી છે ન કે છઠ્ઠી. વધુમાં કહ્યું કે મેં આ મામલે રાજનાથ સિંહને જાણકારી આપી છે કે તેઓ ઘોષણાપત્રમાં સંશોધન કરે કેમ કે આ બે મોટી ભૂલ થઈ છે.

રાજનાથ સિંહ ઘોષણા પત્ર કમિટીના અધ્ક્ષ
જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ 20 સભ્યોવાળી મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ હતા, તેમની જ અધ્યક્ષતામાં ભાજપે ઘોષણા પત્ર તૈયાર કર્યું છે. જેમાં કેન્દ્રી મંત્રી અરુણ જેટલી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, રવિ શંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓ સામેલ હતા. ભાજપે પોતાના ઘોષણા પત્રમાં ન માત્ર ખેડૂતો બલકે એનઆરસીને દેશના અન્ય ભાગોમાં પણ લાગૂ કરવાનું વચન આપ્યું છે. સાથે જ કહ્યું કે ઘુસપૈઠને લઈ અમારી ઝીરો ટૉલરેન્સ નીતિ રહેશે.

સુરક્ષાબળોને મજબૂત કરશે
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં એલાન કર્યું કે તેઓ સુરક્ષાબળોને મજબૂત કરશે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાબળોને મજબૂત બનાવવા અમારા રક્ષા સાથે જોડાયેલ બાકી ઉપકરણો અને હથિયારોની ખરીદી તેજ કરશે. સુરક્ષાબળોની હુમલો કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવવા સૈન્યબળોને આધુનિક ઉપકરણ પ્રદાન કરવા માટે અમે સઘન પ્રયાસ ચાલુ રાખશું. રક્ષા ઉપકરણોમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં સરકારે પ્ભાવી પગલાં ઉઠાવ્યાં છે. જેમાં અમેઠીમાં મેક ઈન ઈન્ડિયા અંતર્ગત એકે-203 ઑટોમેટિક રાઈફલ્સ બનાવવાની ફેક્ટરી છે. આ ઉપરાંત રોજગાર સર્જન માટે રક્ષા ક્ષેત્રમાં રોકાણ વધારવાનું છે.

નાગરિકતાને લઈ મોટી વાત કહી
ભાજપે પોતાના ઘોષણા પત્રમાં નાગરિકતા સંશોધન અધ્યાદેશને લઈને પણ મોટી વાત કહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે પાડોશી દેશના ધાર્મિક લઘુમતીઓના સંરક્ષણ માટે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પૂર્વોત્તર રાજ્યોના એ વર્ગો માટે મુદ્દાઓ સ્પષ્ટ કરવા માટે તમામ પ્રયાસ કરશું. ભારતના પાડોશી દેશોથી આવેલ તમામ હિંદુ, જૈન, બૌદ્ધ, સિખોને તે દેશોમાં ધાર્મિક પજવણીના આધાર પર ભારતમાં નાગરિકતા આપવાાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
