હિન્દીને લઇને ભાજપના સહયોગીયો પણ કરી રહ્યા છે મોદીનો વિરોધ
નવી દિલ્હી, 21 જૂન: હિન્દીને લઇને ઉઠેલો રાજનૈતિક વિવાદ હવે જોર પકડવા લાગ્યો છે. તમિલનાડુની મુખ્યમંત્રી જે જયલલિતાએ કેન્દ્રના એ નિર્દેશ પર આપત્તિ વ્યક્ત કરી છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું છે કે સરકારી વિભાગ સોશિયલ સાઇટ્સ પર હિન્દીનો પ્રયોગ કરે. જયલલિતા બાદ તમિલનાડુની અન્ય પ્રમુખ પાર્ટીઓએ પણ હિન્દીના વિરોધમાં અભિયાન છેડી દીધું છે. જેમાંથી બે ભાજપાની સહયોગી પાર્ટિયોનો પણ સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ સરકારી વિભાગ અને અધિકારી ફેસબુક, ટ્વિટર, બ્લોગ, યૂટ્યૂબ અને ગૂગલ જેવી સોશિયલ સાઇટ્સ પર હિન્દીના ઉપયોગને પ્રાથમિકતા આપે, અંગ્રેજી વૈકલ્પિક ભાષા છે.
જયલલિતાએ 1976, રાજભાષા નિયમનો હવાલો આપતા જણાવ્યું છે કે ભારતના ક્ષેત્ર-સીમાં રહેતા લોકો માટે સોશિયલ સાઇટ્સ પર સંવાદની ભાષા અંગ્રેજી જ રહેવી જોઇએ. તેમણે કેન્દ્રના આ નિર્દેશમાં પૂરતા સંશોધનની માંગ કરી છે. અને ફેરફારની વાત કરતા જણાવ્યું છે કે સોશિયલ સાઇટ્સ પર અંગ્રેજીનો પ્રયોગ સુનિશ્ચિત હોય. સાથે સાથે જયલલિતાએ તમિલનાડુની જનતા તરફથી તમિલને આધિકારિક ભાષા બનાવવાની માંગને ફરી હવા આપી છે.
બીજી બાજુ, પીએમકે અને એમડીએમકે, એનડીએના બે ઘટક દળ પણ નરેન્દ્ર મોદીના આ પગલાનો ભારે વિરોધ કરી રહી છે. પીએમકેના સંસ્થાપક એસ રામાદોસે તો ત્યાં સુધી કહી દીધું કે સંવિધાનની 8મી અનુસૂતિમાં પ્રસ્તાવિત તમામ 22 ભાષાઓને આધિકારિક કરી દેવામાં આવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોઇની પર પણ હિન્દી ભાષાનો પ્રયોગ થોપવો એ અયોગ્ય છે. જ્યારે એમડીએમકેના પ્રમુખ વાઇકોએ આને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે, જેનાથી તમિલનાડુના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ અંગ્રેજીને સુનિશ્ચિત કરવાની વાત કહી છે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ઉર્દૂ અને અંગ્રેજી જ આધિકારિક ભાષા છે.
વાંચો કોણે શું શું કહ્યું...

જયલલિતા, તમિળનાડુ મુખ્યમંત્રી
જયલલિતાએ 1976, રાજભાષા નિયમનો હવાલો આપતા જણાવ્યું છે કે ભારતના ક્ષેત્ર-સીમાં રહેતા લોકો માટે સોશિયલ સાઇટ્સ પર સંવાદની ભાષા અંગ્રેજી જ રહેવી જોઇએ. તેમણે કેન્દ્રના આ નિર્દેશમાં પૂરતા સંશોધનની માંગ કરી છે. અને ફેરફારની વાત કરતા જણાવ્યું છે કે સોશિયલ સાઇટ્સ પર અંગ્રેજીનો પ્રયોગ સુનિશ્ચિત હોય. સાથે સાથે જયલલિતાએ તમિલનાડુની જનતા તરફથી તમિલને આધિકારિક ભાષા બનાવવાની માંગને ફરી હવા આપી છે.

પીએમકેના સંસ્થાપક એસ રામાદોસ
પીએમકે અને એમડીએમકે, એનડીએના બે ઘટક દળ પણ નરેન્દ્ર મોદીના આ પગલાનો ભારે વિરોધ કરી રહી છે. પીએમકેના સંસ્થાપક એસ રામાદોસે તો ત્યાં સુધી કહી દીધું કે સંવિધાનની 8મી અનુસૂતિમાં પ્રસ્તાવિત તમામ 22 ભાષાઓને આધિકારિક કરી દેવામાં આવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોઇની પર પણ હિન્દી ભાષાનો પ્રયોગ થોપવો એ અયોગ્ય છે.

એમડીએમકેના પ્રમુખ વાઇકો
જ્યારે એમડીએમકેના પ્રમુખ વાઇકોએ આને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે, જેનાથી તમિલનાડુના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ અંગ્રેજીને સુનિશ્ચિત કરવાની વાત કહી છે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ઉર્દૂ અને અંગ્રેજી જ આધિકારિક ભાષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
