ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરાશે, થીમ આધારિત વિશેષ દિવસોની ઉજવણી કરાશે
જામનગર : ગુજરાત ગૌરવ દિન 1 મેં ૨૦૨૩ ની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર જિલ્લા ખાતે યોજવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ રાજ્યકક્ષાની ઉજવણી લોકભોગ્ય બને તથા વિવિધ સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી જિલ્લા કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા વિવિધ ખાસ દિવસોની થીમ આધારિત ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

આ અંતર્ગત ૧૪ એપ્રિલના રોજ અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. 17 એપ્રિલના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જી.જી.હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેમોફિલિયા ડે તથા આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.
21 એપ્રિલના રોજ તમામ પ્રાંત અધિકારી તથા મામલતદાર કચેરી દ્વારા સિવિલ સર્વિસ ડે અને નાગરિક સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે. 22 એપ્રિલના રોજ વન વિભાગ, જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ અર્થ ડે તથા પર્યાવરણ જાગૃતિ દિવસની ઉજવણી કરાશે.
23 એપ્રિલના રોજ જામનગર મહાનગરપાલિકા તથા સરકારી લાઇબ્રેરી દ્વારા વર્લ્ડ બુક ડે તથા શિક્ષણ વિભાગ જામનગર દ્વારા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. 24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર તથા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે પંચાયતી રાજ દિવસ તથા વર્લ્ડ વેટેરનરી ડે ની ઉજવણી કરાશે. 25 એપ્રિલના રોજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 28 મીં એપ્રિલના રોજ રોજગાર કચેરી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ તમામ વિશેષ દિનોની ઉજવણી સુચારૂ રીતે યોજાય તેમજ વિવિધ વિભાગો હેઠળ ચાલતી યોજનાઓના લાભો જિલ્લાના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આ કાર્યક્રમની ઉજવણીને અનુરૂપ પર્યાપ્ત વ્યવસ્થાઓ કરવા અને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનો અવસર જામનગર જિલ્લાને ગૌરવ અપાવે તે પ્રકારના આયોજનો સુનિશ્વિત કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
