સ્પૉટ ફિક્સિંગ: શ્રીસંતના મિત્ર સહિત વધુ ચારની ધરપકડ

આ સાથે જ ગત 16 મેના રોજ આ પ્રકરણમાં પ્રકાશમાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓની સંખ્યા 26 થઇ ગઇ છે જેમાં શ્રીસંત, અજિત ચંદીલા, અને અંકિત ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું હતું કે શ્રીસંતની ધરપકડ બાદ તેના પૈસા અને કેટલીક વસ્તુઓ સંતાડવવામાં મદદ કરનાર તેના મિત્ર અભિષેક શુક્લા હાલમાં ધરપકડ કરવામાં આવેલા ચાર વ્યક્તિઓમાં સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસમાં કાલે અભિષેક શુક્લા પર કલમ 201 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે અને શ્રીસંતનીવસ્તુઓ અને પૈસા મેળવવા માટે તેને મુંબઇ લઇ જવામાં આવ્યો છે જ્યાં તેને સંતાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીસંતને સ્પૉટ ફિક્સિંગ માટે 10 લાખ રૂપિયા મળ્યા હતા તેમાંથી અમને પાંચ લાખનો હિસાબ મળ્યો છે. અભિષેક શુક્લાએ શ્રીસંત અને જીજૂ જનાર્દના બાકીના પૈસા સંતાડી દિધા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીસંતની ધરપકડ બાદ તાત્કાલિક જીજૂ જર્નાદને અભિષેક શુક્લાને ફોન કરીને તેને શ્રીસંતના રૂમને સાફ કરવા માટે કહ્યું હતું. અન્ય ત્રણ ધરપકડ રાજસ્થાન રોયલ્સના ખેલાડી અજીત ચંદીલા સંબંધિત છે જે પહેલાંથી પોલીસની કસ્ટડીમાં છે. તેની ધરપકડ બાઉન્સર ભૂપેન્દર નાગર પોલીસની જાળમાં ફસાયા બાદ થઇ હતી.
ત્રણેયની ઓળખ બાઉન્સર વિક્કી ચૌધરી, નિતિન જૈન અને વિનોદ શર્માના રૂપમાં કરવામાં આવી છે. વિક્કી ચૌધરીએ જ અજીત ચંદીલાનો પરિચય નિતિન જૈન અને વિનોદ શર્મા સાથે કરાવ્યો હતો. વિનોદ શર્માની પ્રોપટી ડીલીંગ કંપની છે જ્યારે નિતિન જૈન એક કારખાનાનો માલિક છે.
પોલીસે જણાવ્યું હતું કે વિક્કી રાજધાનીમાં બે નાઇટ ક્લબના મુખ્ય સુરક્ષા અધિકારી નાગરનો મિત્ર છે. તે નાગર જ હતો જે ચંદીલાને વિક્કીની પાસે લઇને ગયો હતો. વિક્કીએ બે સટોડિયાઓ દ્વારા સંપર્કની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સટોડિયાઓને નાગર અને વિક્કી સાથે ચંદીલાની જયપુરમાં મુલાકાત કરાવી હતી. આ મુલાકાત મેના બીજા અઠવાડિયામાં રાંચીમાં કેકેઆર અને આરસીબી વચ્ચે રમાવનાર એક મેચ પહેલાં થઇ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
