‘સૂતર કાંતીને ઉજવો મારો જન્મ દિવસ’
અમદાવાદ, 12 ઑક્ટોબર. શું આપને યાદ છે કે હજુ દસ દિવસ અગાઉ 2જી ઑક્ટોબરે આપે શું કર્યું? જો આપ સરકારી કે અર્ધ સરકારી કર્મચારી છો, તો નક્કી આપની રજા હશે. યાદ કરવાનો પ્રયત્ન તો કરી જુઓ. કદાચ આપ પિક્ચર જોવા ગયા હશો, કોઈક સંબંધીને મળવા ગયાં હશો, ખૂબ જ એન્જૉય કર્યુ હશે, પિકનિકે ગયા હશો કે પછી કોઈક સામાજિક કે પારિવારિક જવાબદારી નિભાવી હશે, કાં તો પછી કોઈક પેન્ડિંગ કામ નિપટાવ્યું હશે.

હા જી. અમે 2જી ઑક્ટોબરની જ વાત કરી રહ્યાં છીએ. એમ તો 2જી ઑક્ટોબર તારીખ આવતાં જ આપણી અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છબી ઉપસી આવે છે, પરંતુ મોટાભાગના લોકો માટે આ દિવસ જાહેર રજા કરતાં વધુ કદાચ કઈં નથી. હા, એ વાત બરાબર છે કે સામાન્ય રીતે પ્રવચનો-ભાષણોમાં જ મહાત્મા ગાંધીનું નામ લેનાર તથાકથિત ગાંધીવાદીઓ, રાજકારણીઓ અને મંત્રીઓ માટે આ દિવસ વ્યસ્તતાપૂર્ણ રહે છે. તેમને પ્રથમ તો ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાર્પણ, શ્રદ્ધાંજલિ આપવાની હોય છે. તેમનું ચરિત્ર વર્ણન કરવાનું હોય છે. પછી દિવસ ભરના વ્યસ્ત કાર્યક્રમો રહે છે, પરંતુ મને યાદ નથી આવતું કે 2જી ઑક્ટોબરે કોઈકે ગાંધીજીની સ્વદેશની અવધારણના પ્રતીક રેંટિયોને યાદ કર્યો હોય.
આજે છે મહાત્મા ગાંધીનો જન્મ દિવસ રેંટિયા બારસ
ચોંકી ગયા ને. રેંટિયો યાદ આવે પણ કઈ રીતે? તેને યાદ કરવાનો દિવસ તો આજે છે. ભારતીય સ્વાતંત્ર્ય અને મૃત્યુ પામતાં અગાઉ સુધી ગાંધીજીનો જન્મ દિવસ રેંટિયા બારસ તરીકે જ ઉજવાતો હતો. ગાંધીજી એમ તો પોતાનો જન્મ દિસ ઉજવવાની વિરુ્દ્ધ હતાં, પરંતુ તેઓ કહેતા હતાં, ‘જો મારો જન્મ દિવસ ઉજજવો જ હોય, તો સૂતર કાંતીને ઉજવો'
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો? આ સવાલનો જવાબ ચોથા ધોરણના વિદ્યાર્થી પણ બહુ જ સરળતાથી આપી શકે છે, ‘2જી ઑક્ટોબરે'. જોકે વર્ષ જણાવતાં કદાચ તેને મુશ્કેલી આવી શકે, પરંતુ તારીખ બતાવવમાં તે કદાચ જ થાપ ખાય, પણ વિક્રમ સંવત મુજબ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ પૂછતાં મોટાભાગે લોકો માથું ખંજવાળતા થઈ જાય. આને વિટંબણા જ કહેવાશે કે સામાન્ય ભારતીય જનસમુદાય પોતાના મોટાભાગના ઉત્સવો અને તહેવારો તિથિઓ પ્રમાણે ઉજવે છે, પરંતુ દૈનિક દિનચર્યામાં આ તિથિનો ઉપયોગ નહિંવત કરે છે. તેથી જ આધુનિક પેઢીમાં મોટાભાગના લોકોને નહિં ખબર હોય કે 12મી ઑક્ટોબર, 2012 શુક્રવારના રોજ મહાત્મા ગાંધીની 143મી જન્મ જયંતી છે.
સ્વાતંત્ર્ય પૂર્વે રાષ્ટ્રીય પર્વ
ઈસ્વી સન મુજબ ગત 2જી ઑક્ટોબરે મહાત્મા ગાંધીની 143મી જન્મ જયંતીની ભલે આખા દેશ મેં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, પરંતુ હિન્દૂ (ગુજરાતી) કૅલેંડર પ્રમાણે મહાત્મા ગાંધીનો જન્મ વિક્રમ સંવત 1925માં ભાદરવા વદ બારસ (હિન્દી કૅલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 1926માં આસો વદ બારસ)ના દિવસે થયો હતો. સ્વાતંત્ર્ય મળતા અગાઉ સુધી મહાત્મા ગાંધી પોતાનો જન્મ દિવસ આ તિથિએ જ ઉજવતાં હતાં અને તેમના અનુયાયીઓ આ દિવસે ગાંધીજીના પ્રિય રેંટિયાથી વધુમાં વધુ સૂતર કાંતી ખાદી ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનાં પ્રયત્નો કરતા હતાં. તેથી આ દિવસને રેંટિયા બારસ તરીકે ઉજવાય છે. સ્વતંત્રતા અગાઉ સુધી રેંટિયા બારસ રાષ્ટ્રીય પર્વ હતું. એમ તો મહાત્મા ગાંધી પોતાનો જન્મ દિવસ ઉજવવાની વિરુદ્ધ હતાં. તેથી તેઓ લોકોને પ્રેરણા આપતા હતાં કે જો તેનો જન્મ દિવસ ઉજવવો જ હોય, તો વધુમાં વધુ રેંટિયો ચલાવી સૂત કાંતો, જેથી દેશવાસીઓને તન ઢાંકવા માટે ખાદી સ્વરૂપે સ્વદેશી કાપડ ઉપલબ્ધ થાય.
2જી ઑક્ટોબરે ભુલાવ્યો રેંટિયો
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધીની જયંતી અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે 2જી ઑક્ટોબરે ઉજવવાની જાહેરાત કરી. ત્યારથી રેંટિયાનો મહત્વ ઘટતો ગયો. જેમ-જેમ સમય પસાર થયું, મહાત્મા ગાંધીની જયંતીની ઉજવણી માત્ર ઔપચારિકતા બનતી ગઈ. આજે હાલત એ છે કે દર વર્ષે 2જી ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી કરાય છે. નેતાઓ તેમની પ્રતિમાઓ ઉપર હાર-તોરા ચડાવે છે. લોકોને તેમના આદર્શો અને સિદ્ધાંતો ઉપર ચાલવાની શીખ આપે છે, પરંતુ મહાત્મા ગાંધીને પ્રિય ખાદી અને રેંટિયાને કોઈ યાદ નથી કરતું. આ સાથે જ 2જી ઑક્ટોબરના વધતાં પ્રચાર વચ્ચે રેંટિયા બારસ ભુલાવી દેવાઈ.
મોદીએ ખાદીને પ્રોત્સાહન આપ્યું
હાલમાં તો થોડા ઘણાં લોકોને ખબર હશે કે રેંટિયા બારસ કોઈ પર્વ છે, પરંતુ દશકા-બે દશકા બાદ નવી પેઢી કદાચ એકદમ ભુલી જ જશે કે રેંટિયા બારસ પણ કોઈ પર્વ હોય છે કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અવતર્યા હતાં. આ કેવી વિટંબણા છે કે સમગ્ર દેશમાં વર્ષ ભર ઉજવાતાં સેકડો પર્વો હિન્દી કે રાજ્યોના ભાષાઈ કૅલેંડરોની તિથિઓ પ્રમાણે ઉજવાય છે, પછી તે પ્રકાશ પર્વ દીવાળી હોય, બેસતું વર્ષ, ભાઈબીજ હોય, રંગ પર્વ હોળી-ધુળેટી હોય કે ભાઈ-બહેનના પવિત્ર બંધનો પર્વ રક્ષા બંધન હોય. અહીં સુધી કે રામનવમી, જન્માષ્ટમી જ નહિં, પણ મહાત્મા ગાંધીના ગુજરાતમાં સૌથી વધુ પ્રિય ઉત્સવ નવરાત્રિ પણ તિથિ પ્રમાણે જ ઉજવાય છે.
જોકે ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યાં છે, ત્યારથી ખાદીનો મહત્વ વધતો જાય છે. તેના માટે મુખ્યમંત્રી પોતે પણ દર વર્ષે ગાંધી જયંતીએ દુકાને જઈ ખાદી ખરીદે છે અને લોકોને ખાદી ખરીદવાની પ્રેરણા આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
