પીએમ બનતાં જ મોદીને સુરક્ષા આપવા માટે SPG તૈયાર
નવી દિલ્હી, 15 મે: ભાજપના નેતા નરેન્દ્ર મોદીના દેશના આગામી વડાપ્રધાનમંત્રી બનવાની પ્રબલ સંભાવનાઓ વચ્ચે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)એ પણ તેમને (નરેન્દ્ર મોદી) અને તેમના પરિવારને સુરક્ષા પુરી પાડવા માટે તૈયારી શરૂ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 મે એટલે કે આવતી કાલે પરિણામોની જાહેરાત થઇ જશે અને તમામ એક્ઝિટ પોલ ભાજપને સત્તામાં પરત ફરવાના વલણ દર્શાવી રહી છે.
કેટલાક રિપોર્ટ અનુસાર, જો એનડીએની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાનમંત્રી બન્યા તો એસપીજી તેમના સુરક્ષા ઘેરા માટે તાત્કાલિક એક એડવાન્સ ટીમ, બુલેટપ્રુફ વ્હિકલ અને જામર મોકલી દેશે. આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા નરેન્દ્ર મોદીને અલગ રહેતી તેમની પત્ની જશોદાબેન અને માતા હિરાબેન માટે કરવામાં આવશે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી, તેમની પત્ની જશોદાબેન અને માતા હિરાબેનને લઇને એસપીજીએ ગ્રાઉડ વર્ક તૈયાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો તેમની પત્ની હોવાના નાતે જશોદાબેન પોતાનામાં જ સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની સુરક્ષા મેળવવાની હકદાર બની જાય છે.

એસપીજી એક્ટ અનુસાર વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીને સુરક્ષા પુરી પાડવામાં આવે છે, ભલે તેમને કોઇપણ પ્રકારનો ખતરો હોય કે ન હોય. જો ભાજપ વિજયી પક્ષના રૂપમાં ઉભરી આવે છે તો એસપીજી નરેન્દ્ર મોદીના પીએમમાં રૂપમાં જાહેર થવાની અને રાષ્ટ્રપતિના આમંત્રણની રાહ જોશે નહી. 16 મેના રોજ જ એસપીજી સ્કેલટન સુરક્ષા ટીમ મોકલી દેશે. જશોદાબેનની સુરક્ષાને લઇને અનુમાન છે કે તે બનાસકાંઠા જિલ્લામાં સ્થિત પોતાના ઘરમાં રહી શકશે નહી. આ એસપીજી પ્રોટેક્ટીના રીતે યોગ્ય નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જશોદાબેનને જિલ્લા મુખ્યાલય કાંતો અન્ય જગ્યાએ અથવા ગાંધીનગરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. જશોદાબેનને ત્યાં શિફ્ટ કરવામાં આવશે જ્યાં એસપીજીએ યોગ્ય લાગશે. એક અધિકારીએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો એસપીજી જશોદાબેનને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાને લઇને મોદી સાથે સંપર્ક કરી શકે છે. નરેન્દ્ર મોદીને એ પણ આગ્રહ કરવામાં આવી શકે છે કે તેમને ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર અથવા પછી ગાંધીનગરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.
ગુજરાતના વહિવટીતંત્રને પણ એમ કહેવામાં આવી શકે છે કે એસપીજીમાં સામેલ કર્મીઓને રહેવા માટે સરકારી આવાસની વ્યવસ્થા કરવામાં આવે. સુરક્ષા અધિકારીઓના અનુસાર જો કે નરેન્દ્ર મોદીની માતાની સુરક્ષાને લઇને ભારે મુશ્કેલી નથી કારણ કે તે ગાંધીનગરમાં જ રહે છે. જો કે નરેન્દ્ર મોદીના ત્રણ ભાઇઓ અને બે બહેનોને એસપીજી સુરક્ષા પુરી પાડવામાં આવશે નહી, પરંતુ ગુજરાત પોલીસને તેમણે ઝેડ શ્રેણીની સુરક્ષા પુરી પાડવા માટે કહેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને હાલ ઝેડ પ્લ્સ સુરક્ષા મળેલી છે. એસપીજી કમાન્ડો અને ગુજરાત પોલીસના જવાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લાગેલા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
