વિદેશી યુવતી સાથે ઝારખંડમાં ગેંગરેપ, 'મારી સાથે હેવાનિયત, પતિને બાંધીને મારપીટ કરતા રહ્યા..., પીડિતાની આપવીતિ
Jharkhand Dumka Case: ઝારખંડના ડુમકામાં 1 માર્ચની રાત્રે 28 વર્ષની સ્પેનિશ મહિલા પર્યટક પર સામૂહિક બળાત્કારની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સાત આરોપીઓએ મળીને વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હવે વિદેશી મહિલાએ તે રાતની ઘાતકી ઘટના સંભળાવી છે.
ગેંગરેપ પીડિતાની કહાની સાંભળીને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા. સ્પેનિશ પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, 'તે ઘટના દરમિયાન સાત આરોપીઓ સતત લાતો અને મુક્કા મારતા હતા.'

પીડિતાએ કહ્યું, 'જ્યારે મારી સાથે આ બર્બરતા થઈ રહી હતી ત્યારે આરોપીઓએ મારા પતિના હાથ બાંધી દીધા હતા અને તેને સતત મારતા હતા. મારા પતિ લાચારીથી બધું જોઈ રહ્યા હતા.''
પીડિત મહિલાએ કહ્યું કે, 'મને લાગ્યું કે આ મારા જીવનનો છેલ્લો દિવસ હશે. એવું લાગતુ હતુ કે આ લોકો મને મારી નાખશે. પણ ભગવાનની કૃપાથી હું હજી જીવિત છું. તે રાત્રે ભગવાને જ મને બચાવી.'
ડુમકાના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેનિશ મહિલા પર બળાત્કારની ઘટના બની હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસપી પીતામ્બર સિંહ પોતે આ કેસને જોઈ રહ્યા છે.
28 વર્ષીય સ્પેનિશ મહિલા તેના 64 વર્ષીય પતિ પાકી સાથે બાંગ્લાદેશ થઈને બાઇક ટૂર પર નીકળી છે. આ ઘટના બની ત્યારે દંપત્તિ ઝારખંડ થઈને નેપાળ જઈ રહ્યું હતું. ઘટના બાદ સ્પેનિશ મહિલાને સરૈયાહાટ સીએચસીમાં દાખલ કરવામાં આવી હતી.
હાલ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચાર આરોપીઓની શોધ ચાલી રહી છે. એસપી પીતામ્બર સિંહ ખેરવારે કહ્યું કે મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેમાં ગેંગરેપની પણ પુષ્ટિ થઈ છે. ધરપકડ નહિ કરાયેલ અન્ય ચાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. તે જલ્દી પકડાઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
