મહિલાઓએ એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી અશ્લીલતા ન દેખાયઃ સપા નેતા
સમાજવાદી પક્ષના નેતા રામશંકર વિદ્યાર્થીએ બળાત્કાર અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. બળાત્કાર પર નેતાએ બળાત્કારીઓ સામે કઠોર કાયદો બનાવવાને બદલે છોકરીઓને યોગ્ય કપડા પહેરવાની વાત કરી રહ્યા છે.
સમાજવાદી પક્ષના નેતા રામશંકર વિદ્યાર્થીએ બળાત્કાર અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. બળાત્કાર પર નેતાએ બળાત્કારીઓ સામે કઠોર કાયદો બનાવવાને બદલે છોકરીઓને યોગ્ય કપડા પહેરવાની વાત કરી રહ્યા છે. દેશમાં બળાત્કાર મામલે બોલતા સમાજવાદી પક્ષના નેતાનું કહેવુ છે કે છોકરીઓને એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી અશ્લીલતા ન દેખાય.

મહિલાઓ વિશે કહી આ વાત
પત્રકારો સાથે વાત કરતાં રામશંકરે કહ્યુ કે, "મહિલા અને પુરુષની બનાવટ એવી છે કે તેમણે એ હિસાબે જ કપડાં પહેરવા જોઈએ જેનાથી અશ્લીલતા ના દેખાય. બળાત્કાર ત્યાં સુધી બંધ નહિ થાય જ્યાં સુધી અશ્લીલતા પર પ્રતિબંધ લગાવવામાં નહિ આવે. આના માટે સગીરોના હાથમાંથી મોબાઈલ પર પ્રતિબંધ લગાવવો પડશે."

અશ્લીલતા રોકવી પડશે
સમાજવાદી પક્ષના નેતા રામશંકર વિદ્યાર્થીએ આગળ કહ્યુ કે યૌન ઉત્પીડનની વધતી ઘટનાઓનું એક મોટુ કારણ ફોન અને ઈન્ટરનેટ છે. સગીરોના હાથમાં મોબાઈલ એક મોટુ કારણ છે. ઈન્ટરનેટના કારણે યુવાનો અલગ અલગ પ્રકારના અંગ પ્રદર્શન જુએ છે. તેમણે આગળ કહ્યુ કે બળાત્કાર રોકવા માટે અશ્લીલતા રોકવી પડશે અને આપણે યુવાનો વચ્ચે બાઈ-બહેનના સંબંધો વધારવા પડશે.

આ પહેલા પણ બોલાયા છે આવા વિવાદિત નિવેદનો
સમાજવાદી પક્ષના નેતાઓ તરફથી આ પ્રકારના વિવાદિત નિવેદનો આવ્યા હોય એવો આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલા ગયા વર્ષે નવા વર્ષની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં મહિલાઓ સાથે છેડછાડની ઘટના પર સમાજવાદી પક્ષના નેતા અબૂ આઝમીએ કહ્યુ હતુ કે મહિલાઓના પહેરવેશને જવાબદાર ગણાવ્યો હતો. અબૂ આઝમીએ કહ્યુ કે મહિલાઓ હાફ ડ્રેસમાં હતી એટલા માટે આવુ બન્યુ.
Mahila aur purush ki banaavat aise di hai ki ussi hisaab se unko kapde pehene chahiyein jisse ashleelta na dikhe. Rape tab tak nahi rukenge, jab tak ashleelta pe pratibandh nahi lagega,iske liye nabaalikon ke haathon se mobile pe pratibandh lagana padega:Ramashankar Vidyarthi, SP pic.twitter.com/BHe2h82fvP
— ANI UP (@ANINewsUP) May 22, 2018
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
