વીડિયો: આઝમ ખાને બધી હદ પાર કરી, જયાપ્રદા પર વિવાદિત કમેન્ટ
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મતદાતાઓને આકર્ષિત કરવા માટે રાજનૈતિક દળો એકબીજા પર ટિપ્પણી કરવામાં બધી જ હદો પાર કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મતદાતાઓને આકર્ષિત કરવા માટે રાજનૈતિક દળો એકબીજા પર ટિપ્પણી કરવામાં બધી જ હદો પાર કરી રહ્યા છે. નેતાઓ ભાષાની મર્યાદા ઓળંગી રહ્યા છે. મહિલા ઉમેદવારો પર આપત્તીજનક ટિપ્પણી કરવામાં પણ ખચકાતા નથી.

ઉત્તરપ્રદેશની રામપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાને ભાજપની જયાપ્રદા પર આપત્તીજનક ટિપ્પણી કરી છે. આઝમ ખાને મર્યાદાની બધી જ સીમાઓ પાર કરી નાખી છે. આઝમ ખાને જયાપ્રદાનું નામ લીધા વિના કહ્યું કે જેને આંગળી પકડીને અમે રામપુર લઈને આવ્યા અને તમે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધત્વ કરાવ્યું, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા પરંતુ હું 17 દિવસમાં ઓળખી ગયો હતો કે તેમનું અંડરવિયર ખાખી રંગનું છે.
#WATCH Azam Khan says in Rampur(in apparent reference to jaya prada), "Jisko hum ungli pakadkar Rampur laaye, aapne 10 saal jinse apna pratinidhitva karaya...Uski asliyat samajhne mein aapko 17 baras lage,main 17 din mein pehchan gaya ki inke niche ka underwear khaki rang ka hai" pic.twitter.com/JwIlcth4uQ
— ANI UP (@ANINewsUP) April 14, 2019
રામપુરની જે રેલીમાં આઝમ ખાને આ શર્મનાક ટિપ્પણી કરી, તે સમયે મંચ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ હાજર હતા. તેમની હાજરીમાં આઝમ ખાને મહિલા નેતા માટે આ શર્મનાક ટિપ્પણી કરી. આઝમ ખાને કહ્યું કે શુ રાજનીતિ આટલે નીચે સુધી ચાલી ગઈ છે કે 10 વર્ષ સુધી જેમને રામપુરનું લોહી પીધું, જેમને આંગળી પકડીને અમે રામપુર લઈને આવ્યા હતા, જેમની અમે કાળજી રાખી. તેઓ આજે અમારા પર કેટ કેટલા આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: Lok Sabha Elections 2019: જાણો કઈ પાર્ટી પાસે છે કેટલા રૂપિયા
જયારે આ પહેલા જયાપ્રદાએ શનિવારે આઝમ ખાન પર પ્રહાર કરતા કહ્યું કે જેને મેં ભાઈ કહ્યો તેને મને નાચવાવાલી કહી. આઝમ ખાને હંમેશા મને અપમાનિત કરી, તેઓ મારી બલી પણ આપી શકે છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી બાદ કઈ પાર્ટીને સમર્થન કરશે કમલ હાસન, આપ્યું મોટું નિવેદન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
