મોદી લહેર પર રોક લગાવી SP-BSPની જોડીએ, ઇતિહાસ ફરી લખાયો
મોદી લહેર પર રોક લગાવી SP-BSPની જોડીએ, ઇતિહાસ ફરી લખાયો છે. 1993 પછી ફરી એક વાર એસપી અને બીએસપીએ ગઠબંધન કર્યું છે જેણે મોદીની જીતની લહેરને રોકી છે.
1993માં જ્યારે એસપી-બીએસપીએ હાથ મેળવ્યો હતો ત્યારે ભાજપ હારી હતી. એક વાર ફરી 25 વર્ષ પછી એસપી-બીએસપીએ હાથ મેળવ્યો છે તો ભાજપની હાર થઇ છે. ત્યારે અયોધ્યાના મામલે વિવાદ કામ આવ્યો હતો અને આજે મોદી લહેર. ચોક્કસથી ત્રિપુરામાં જીત પછી જીતની આદત પાડી ચૂકેલ મોદી સરકારના યોગી રાજના આ હાર ભારે પડી છે. 30 વર્ષથી જે ગોરખપુરમાં ભાજપ સતત જીતતું આવ્યું હતું. અને જ્યાં ભાજપ સિવાય કોઇ આવશે તેવું વિચારવું મુશ્કેલ હતું ત્યાં પણ એસપી આગળ નીકળી ગયું છે. યુપીના સીએમ અને ડેપ્યુટી સીએમની આ ચૂંટણીમાં હાર થઇ છે.

બંન્નેએ લાખ પ્રયાસ છતાં પોતાની સીટો બચાવી નથી શક્યા. યોગી અને કેશવની આ હાર સીધી રીતે ભાજપની હાર તરીકે જોવામાં આવી રહી છે. આ એજ ઉત્તર પ્રદેશ છે જ્યાં અમિત શાહની રણનીતિએ ભાજપને 71 સીટો અપાવી હતી. પણ મોદીની લહેર સામે એસપી અને બીએસપીનું ગઠબંધન પથ્થરની ચટ્ટાન બનીને ઊભું રહ્યું છે. જેની સીધી અસર 2019ના લોકસભા ચૂંટણીઓમાં જોવા મળશે. વળી લોકસભાની ચૂંટણીમાં તમામ વિપક્ષ પણ મોદી સામે એક થાય તેવી સંભાવનાઓ પણ આ જીતે પ્રબળ કરી છે. જો કે ભાજપની આ હાર પછી મમતા બેનર્જીએ કહ્યું કે અંતની શરૂઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ભાજપની આ હારથી વિપક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
