CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ - મને તમે પૂર્ણકાલિન અધ્યક્ષ જ માનો
બેઠકમાં પોતાના પ્રારંભિક વક્તવ્યમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં પૂર્ણકાલિન અધ્યક્ષની માંગને લઈને શું કહ્યુ, જાણો.
નવી દિલ્લીઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ રહી છે. બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતા હાજર છે. બેઠકમાં પોતાના પ્રારંભિક વક્તવ્યમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં પૂર્ણકાલિન અધ્યક્ષની માંગને લઈને કહ્યુ કે જો તમે મને આ કહેવાની અનુમતિ આપતા હોય તો હું કહુ છુ કે હું જ કોંગ્રેસની ફૂલ ટાઈમ અધ્યક્ષ છુ.

કોંગ્રેસમાં પૂર્ણકાલિન અધ્યક્ષની સતત માંગ કરનાર પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ(જી-23)ને સંદેશ આપીને પોતાના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે જો તમે મને એ કહેવાની મંજૂરી આપતા હોય તો હું કહીશ કે હું જ કોંગ્રેસની ફૂલ ટાઈમ અધ્યક્ષ છુ. મારે મીડિયામાં આ વાત કરવાની જરૂર નથી. વળી, પાર્ટીમાં સંગઠન ચૂંટણી પર કામ ચાલી રહ્યુ છે અને જલ્દી તેની બ્લ્યુ પ્રિન્ટ તમારી સામે આવી જશે.
સોનિયા ગાંધીએ કહ્યુ, 'હું હંમેશાથી પાર્ટીમાં સ્પષ્ટ રીતે વાત કરવામાં વિશ્વાસ રાખુ છુ, પાર્ટી એકતા સાથે ચાલવાથી જ મજબૂત થશે. આપણે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ પરંતુ આપણે એકજૂટ હોઈશુ તો તે પાર્ટીના હિતમાં હશે અને આપણે સારુ પ્રદર્શન કરી શકીશુ.'

મોદી સરકાર પર સાધ્યુ નિશાન
સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન અને દેશની આર્થિક સ્થિતિ પર કહ્યુ કે, 'સંસદ દ્વારા ત્રણ કાળા કાયદાને પાસ થયે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આપણે તેમને બિલને નિરીક્ષણને આધીન કરવાની પૂરી કોશિશ કરી પરંતુ કેન્દ્રની મોદી સરકાર તેને પાસ કરાવવા પર અડી ગઈ હતી જેથી અમુક ખાનગી કંપનીઓને ફાયદો થઈ શકે. સરકારને ખેડૂતોની ચિંતા નથી. આર્થિક સુધારાના નામે મોદી સરકાર પાસે એક જ વિકલ્પ બચ્યો છે અને તે છે બધુ વેચો. દેશની મોટી સંપત્તિઓને મોદી સરકાર વેચી રહી છે.'
લખીમપુર ખીરીની ઘટના પર સોનિયા ગાંધીએ કહ્યુ કે આ સ્તબ્ધ કરી દેનારુ છે. આ ભાજપની માનસિકતાને પણ દર્શાવે છે કે તે આને કેવી રીતે જુએ છે. ખેડૂત આંદોલન અને ખેડૂતોને લઈને ભાજપના શું વિચારો છે એ ફરીથી સામે આવી ગયા છે.
પાર્ટીમાં બધા સીનિયર નેતા હાજર
કોંગ્રેસ કાર્યકારી સમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠકમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજસ્થાન સીએમ અશોક ગહેલોત, પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલ, ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ સહિત પાર્ટીના 52 વરિષ્ઠ નેતા શામેલ થયા છે. પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ બેઠકમાં નથી. ઘણા સમય પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ રહી છે. કોંગ્રેસ કાર્ય સમિતિ પાર્ટીનો સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
