સોનાલી ફોગાટના આજે અંતિમ સંસ્કાર, ગોવાથી હિસ્સાર પહોંચશે પાર્થિવ શરીર
આજે સોનાલી ફોગાટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નવી દિલ્લીઃ સોનાલી ફોગાટના મોતના મામલે ગોવા પોલીસે હવે હત્યાનો કેસ નોંધ્યો છે. તેના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોનાલીનો મૃતદેહ 25 ઓગસ્ટે તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે ફોગાટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભાજપ નેતા અને બિગ બૉસ 14 ફેમ સોનાલી ફોગાટે 22 ઓગસ્ટે ગોવામાં અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ એવુ કહેવામાં આવ્યુ હતુ કે ભાજપ નેતાનુ મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હતુ પરંતુ પાછળથી તેમના પરિવારની ફરિયાદને પગલે ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. સોનાલીના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોનાલીનો મૃતદેહ 25 ઓગસ્ટે તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે ફોગટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સોનાલી ફોગાટના ભાઈએ કાલે સાંજે 7.15 વાગ્યે ગોવાથી ફ્લાઈટ લીધી. તે રાત્રે હરિયાણાના હિસ્સાર પહોંચ્યા. સોનાલી ફોગાટ અંતિમ સંસ્કાર આજે 26 ઓગસ્ટે તેમના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવશે. સોનાલી સિંહ ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂથન ગામની રહેવાસી હતી. તેના લગ્ન હિસારના હરિતાના સ્વર્ગીય સંજય ફોગટ સાથે થયા હતા. ડિસેમ્બર 2016માં જ્યારે સોનાલી મુંબઈમાં હતી ત્યારે તેના પતિનુ પણ તેના ખેતરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયુ હતુ. સોનાલીના પરિવારમાં સાત વર્ષની એક પુત્રી છે.
સોનાલીના મોત પર સીએમ ખટ્ટરની પ્રતિક્રિયા
હરિયાણાના સીએમ એમએલ ખટ્ટરે સોનાલી ફોગાટની હત્યા પર પ્રતિક્રિયા આપતા કહ્યુ, 'મેં ગોવાના સીએમ અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમના પરિવારજનોએ હત્યાની આશંકા સાથે ફરિયાદ લખાવી છે. પોસ્ટમોર્ટમ બાદ વધુ જાણકારી મળશે. વિસરાના નમૂનાઓનુ પરીક્ષણ કરવામાં આવશે. જ્યારે સોનાલીના પરિવારે તેના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આના પર સીએમ ખટ્ટરે કહ્યુ, 'પરિવારના સભ્યો જે માંગશે તે અમે કરીશુ. જો તેઓ અમને તેમની માંગ લેખિતમાં આપશે તો અમે આગળની પ્રક્રિયા શરૂ કરીશુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
