CAGના રિપોર્ટે પોલ ખોલી, આપણા જવાનો પાસે સારી ક્વૉલિટીના જૂતા અને ગરમ કપડાંની કમી
CAGના રિપોર્ટે પોલ ખોલી, આપણા જવાનો પાસે સારી ક્વૉલિટીના જૂતા અને ગરમ કપડાંની કમી
નવી દિલ્હીઃ સિયાચિન દુનિયાનું એવું વૉરઝોન છે જે સૌથી વધુ ઉંચાઈ પર ચે અને ત્યાં -60 ડિગ્રી સેલ્સિયસ પર પણ સૈનિકો થાક્યા કે અટક્યા વિના દેશની રક્ષામાં તહેનાત રહે ચે. પરંતુ અહી તહેનાત આપણા જવાનો પાસે જરૂરી રાશન કે સિક્યોરિટી ગિયર જ નથી. આ ચોકાવનારી માહિતી કમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયા (CAG)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રિપોર્ટમાં સિયાચિન સિવાય ડોકલામ અને લદ્દાખમાં તહેનાત સૈનિકોની આ હાલતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમય રહેતા કમી દૂર થશે
કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિયાચિન ડોકલામ અને લદ્દાખ જેવા વિસ્તારોમાં તહેનાત સૈનિકો પાસે બરફમાં ચાલવા માટે જૂતા એટલે કે સ્નો બૂટ્સ ઉપરાંત ગરમ કપડાં, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસિઝ જેવી કોઈ વસ્તુ નથી. આ ઉપરાંત તેમની પાસે રાશનો સામાન પણ નથી. સોમવારે રાજ્યસભામાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં નેશનલ ડિફેન્સ યૂનિવર્સિટીને શરૂ થવામાં થઈ રહેલી વિલંબ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ યૂનિવર્સિટીનો પ્રસ્તાવ પહેલીવાર 199માં કારગિલ રિવ્યૂ કમિટી તરફથી આપવામાં આવ્યો હતો.

કમીથી કર્યો ઈનકાર
રાજ્યસભામાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વર્ષ 2017-18નો છે. એક આર્મી ઑફિસર તરફથી આ જાણખારી આપવામાં આવી છે. આ ઑફિસરે જો કે એ વાતનો ઈનકાર કરી દીધો કે સિયાચિન જેવી જગ્યાઓએ જ્યાં પોસ્ટ્સથી 16000થી લઈ 20000 ફીટ સુધીની ઉંચાઈ પર છે ત્યાં કોઈપણ પ્રકારની કમીથી જવાનોએ સામનો કરવો પડી રહ્યો છે. રક્ષા મંત્રાલયે પણ કહ્યું કે સિયાચિનમાં તહેનાત જવાનો પાસે જરૂરી કપડાં અને ઉપકરણોનો અભાવ છે અને સમય રહેતા તે દૂર કરી લેવામાં આવશે. મંત્રાલયનું કહેવું છે કે બજેટની કમી બાદ જવાનોએ આવા પ્રકારની કોઈપણ કમીથી પરેશાન થવુ પડ્યું નથી.

એક જવાન પર એક લાખ રૂપિયાનો ખર્ચ
સિયાચિનમાં તહેનાત એક જવાન પર એક લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. સેના તરફથી સતત કોશિશ કરવામાં આવી રહી છે કે દેશમાં તૈયાર જરૂરી સામાન જેમાં ગરમ કપડાં અને સિક્યોરિટી ગિયર સામેલ છે, જેને હવે આયાત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉંચા ક્ષેત્રોમાં તહેનાત સૈનિકોને દરરોજની જરૂરતના હિસાબે રાશન નક્કી કરવામાં આવે છે જેથી તેમને જરૂરી ઉર્જા મળી શકે. પરંતુ જરૂરી ખાદ્ય સામગ્રીની કમીને પગલે સૈનિકોને 82 ટકા સુધી ઓછી સેલેરી મળી.

તો શું સિયાચિનના નામે કૌભાંડ થઈ રહ્યું છે
લેહની એક ઘટનાનો ઉલ્લેખ કરતા CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીંથી જવાનો માટે સ્પેશિયલ રાશન જારી કરી દેવામા આવ્યું છે પરંતુ આ સામાન તેમને મળ્યો નહોતો. આ ઉપરાંત ફેસ માસ્ક, જેકેટ અને સ્લીપિંગ બેગ પણ જૂના સ્પેસિફિકેશનના ખરીદી લેવામાં આવ્યા. જેની સીધી અસર સૈનિકોના સ્વાસ્થ્ય પર પડી. સાથે જ આનાથી સૈનિકોનુ હાઈઝીન પણ પ્રભાવિત થયુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
