અમેઠીથી ચૂંટણી લડવા રાહુલ ગાંધીને સ્મૃતિની ચેલેન્જ, જાણો શું કહ્યું?
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ ચેલેન્જ કરતા પુછ્યુ કે, શું એ પાક્કુ માનીએ કે તેઓ અમેઠીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે?
ઉત્તર પ્રદેશમાં ફરીથી રાજનીતિ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે ફરીથી નેતાઓની બયાનબાજી તેજ થઈ ગઈ છે. હાલમાં જ પીએમ મોદી સામે વારાણસીથી ઉમેદવાર રહેલા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારે હવે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ચેલેન્જ કરી છે.

સ્થાનિક ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ ચેલેન્જ કરતા પુછ્યુ કે, શું એ પાક્કુ માનીએ કે તેઓ અમેઠીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે?
સ્મૃતિ ઈરાની પર ટિપ્પણીને લઈને બીજેપી તરફથી પણ સખત પ્રતિક્રિયા આવી રહી છે. ખુદ સ્મૃતિ ઈરાનીએ પણ ટિપ્પણીને અભદ્ર ગણાવી હતી. આ બાબતે તેમણે રાહુલ ગાંધીને નિશાને લીધા હતા. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધીજી તમે તમારા એક પ્રાંતીય નેતા પાસેથી અભદ્ર રીતે 2024માં અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે. તો શું હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? શું તમે બીજી સીટ પર ભાગશો નહીં? તમે ડરશો તો નહીં ને?
અમેઠી સીટ પરથી ચૂંટણી લડવા અંગેના એક સવાલ પર અજય રાયે કહ્યું હતું કે, ત્યાં જે પણ વિકાસ દેખાઈ રહ્યો છે તે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારમાં થયો છે. તેમણે કહ્યું કે આ સીટ પર રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી ચૂંટણી લડી ચુક્યા છે અને અહીં ફેક્ટરીઓ લગાવવામાં આવી. હવે સ્થિતિ એવી છે કે અડધાથી વધુ કારખાનાઓ બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે, અહીંના સાંસદ સ્મૃતિ ઈરાની લટકા-ઝટકા સાથે આવે છે અને જતી રહે છે. અજય રાયે કહ્યું હતું કે અમેઠી ગાંધી પરિવારની બેઠક છે અને રહેશે. કોંગ્રેસની અમારી માંગ છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024માં અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
