ગૌશાળાના ખોદકામ દરમિયાન માટલામાં ખજાનો મળ્યો, લૂંટ મચી
ઉત્તરપ્રદેશના ઇટાવામાં એક ગૌશાળાના ખોદકામ દરમિયાન ખજાનો મળી આવ્યો છે. જેસીબી ઘ્વારા થઇ રહેલા ખોદકામમાં અચાનક ચાંદીના 185 સિક્કાઓ મળી આવવાથી લોકોમાં ભારે ખુશી જોવા મળી.
ઉત્તરપ્રદેશના ઇટાવામાં એક ગૌશાળાના ખોદકામ દરમિયાન ખજાનો મળી આવ્યો છે. જેસીબી ઘ્વારા થઇ રહેલા ખોદકામમાં અચાનક ચાંદીના 185 સિક્કાઓ મળી આવવાથી લોકોમાં ભારે ખુશી જોવા મળી. સિક્કાઓ વિશે જાણકારી મળતા જ પોલીસે ત્યાં પહોંચીને બધા સિક્કાઓ પોતાના કબ્જામાં લઇ લીધા. બધા જ સિક્કાઓ 100 વર્ષ કરતાં પણ જુના રાણી વિક્ટોરિયાના સમયના જણાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખોદકામમાં મનરેગા મજૂરોને મુગલ જમાનાના સિક્કાઓ મળ્યા

ચાંદીના સિક્કાઓ બે માટલામાં ભરેલા હતા
ઇટાવા ચોકીના બઢપુર વિસ્તારમાં ભટપુર ગામમાં તે સમયે હડકંપ મચી ગયો, જયારે ગૌશાળા માટે જેસીબી મશીન ઘ્વારા ખોદકામ કરતા જમીનમાંથી અચાનક બે માટલામાં ચાંદીના સિક્કાઓ મળી આવ્યા. જોતજોતામાં ત્યાં લૂંટ મચી ગઈ.

પોલીસે લોકો પાસેથી સિક્કાઓ જમા કર્યા
જેને જેટલા સિક્કા મળ્યા તે લોકો તેને લઈને ચાલ્યા ગયા. 185 ચાંદીના સિક્કા મળ્યાની જાણકારી પોલીસને મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી ગઈ. પોલીસે બધા પાસેથી સિક્કાઓ લઈને આખા મામલે જાંચ શરુ કરી દીધી.

રાણી વિક્ટોરિયાના સમયના સિક્કાઓ
ગ્રામીણો અનુસાર આ સિક્કાઓ રાણી વિક્ટોરિયાના સમયના બતાવવામાં આવી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે આ સિક્કાઓ અમારા પૂર્વજોના છે. આ સિક્કાઓ પોલીસે નહીં રાખવા જોઈએ. આ બધા જ સિક્કાઓને આ ગૌશાળાના નિર્માણમાં લગાવી દેવા જોઈએ, જેથી આ નિર્માણ સારી રીતે થઇ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
