રાહુલના નિવેદનથી ભડકી આગઃ શીખ સમુદાયનું વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ કોંગ્રેસ માટે એક સાંધો ત્યા તેર તૂટે જેવી હાલત થઇ રહી છે. એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દાને લઇને આમ જનતામાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના વિકાસશીલ મુદ્દાઓ થકી દેશની જનતાના દિલોમાં પોતાની છાપ છોડી રહ્યાં છે. મોદીની આંધીને રોકવાનો કોઇ માર્ગ મળે તે પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુના કારણે કોંગ્રેસ માટે બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાહુલ ગાંધીએ 1984માં થયેલા રમખાણોને લઇને કરેલા નિવેદનને લઇને શીખ સમુદાય રોષે ભરાયો છે અને નવી દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલય બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોમાં મોદીને જવાબદાર ઠેરવ્યા બાદ ટીવી ચેનલમાં 1984ના રમખાણો અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 1984માં જે રમખાણો થયા હતા, તેમાં કેટલાક કોંગ્રેસીઓ પણ હતા, જેમને બાદમાં સજા મળી હતી. જો કે, રાહુલ ગાંધીના આ નિવેદનની રાજકીય ફલક પર પણ આકરી ટીકા કરવામાં આવી હતી, તેવામાં આજે શીખ સમુદાય દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદન સામેના વિરોધ પ્રદર્શનની અસર લોકસભા ચૂંટણીમાં ચોક્કસપણે જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
