શ્રદ્ધાના હત્યારા આફતાબનો નાર્કો ટેસ્ટ સફળ, જાણો પોલીસને શું મળ્યુ?
દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો છે. મળતી વિગતો અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ પુરા બે કલાક ચાલ્યો હતો.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો છે. મળતી વિગતો અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ પુરા બે કલાક ચાલ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અધિકારીઓ આફતાબ પૂનાવાલાને સવારે 8.40 વાગ્યે રોહિણીમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં પહોંચ્યા અને લગભગ 10 વાગ્યે નાર્કો ટેસ્ટ શરૂ થયો હતો. તપાસ બાદ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ 2 કલાક સુધી ચાલ્યો હતો. આ પહેલા અધિકારીઓએ તેના નાર્કો ટેસ્ટ સંબંધી કાર્યવાહી પુરી કરી હતી અને સહમતીપત્ર વાંચીને સંભળાવવામાં આવ્યો હતો.
આ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર,આફતાબને સવારે 8:40 કલાકે રોહિણીના ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટેસ્ટ પહેલા પૂનાવાલાના બ્લડ પ્રેશર, પલ્સ રેટ, શરીરનું તાપમાન અને ધબકારા તપાસવામાં આવ્યા હતા. સવારે 10:00 વાગ્યે નાર્કો ટેસ્ટ શરૂ થયો હતો. નાર્કો ટેસ્ટ બાદ તેને કડક નિરીક્ષણ હેઠળ રખાયો હતો.
આ મુદ્દે વાત કરતા વિશેષ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટેસ્ટ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે અને આરોપી આફતાબ પૂનાવાલા એકદમ ઠીક છે. આફતાબને શુક્રવારે દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લઈ જવામાં આવી શકે છે. મળતી વિગતો અનુસાર, આફતાબના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ દરમિયાન આપવામાં આવેલા જવાબોનું વિશ્લેષણ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
