ડેટિંગ એપના એક નવા દોસ્તના ઘરે રાત રોકાઈ હતી શ્રદ્ધા, માટે ગુસ્સામાં આફતાબે કરી દીધી હત્યાઃ પોલીસ

શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્લી પોલીસે પોતાની ચાર્જશીટમાં સમગ્ર ઘટના ક્રમ વિશે મોટા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યુ કે હત્યાના દિવસે શ્રદ્ધા સાથે શું થયુ હતુ.

Shraddha murder case: દિલ્લીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડના માત્ર દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ઘણા ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલા સામે દિલ્લી પોલીસે મંગળવારે 6629 પાનાંની પ્રારંભિક ચાર્જશીટ દાખલ કરી દીધી છે. શ્રદ્ધા વૉકર હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરતા પહેલા પોલીસે 150 લોકોના નિવેદન નોંધ્યા છે. આ ચાર્જશીટમાં પોલીસે મોટો ખુલાસો કરીને જણાવ્યુ કે હત્યાના દિવસે શ્રદ્ધા સાથે શું થયુ હતુ.

Shraddha murder case

ગુસ્સે થયેલા આફતાબે આ કારણથી કરી હત્યા

પોલીસે ચાર્જશીટમાં જણાવ્યુ છે કે હત્યાના દિવસે શ્રદ્ધા તેના ગુરુગ્રામ મિત્રને મળવા ગઈ હતી જેને તે એક મહિના પહેલા ડેટિંગ એપ પર મળી હતી અને ત્યાં રાત રોકાઈ હતી. આ પછી મહેરૌલી ભાડાના મકાનમાં પાછી આવી હતી. મિત્રને મળવા જવુ આફતાબ સહન ન કરી શક્યો, તે ગુસ્સે થઈ ગયો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો. જે બાદ આફતાબે લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી હતી. 28 વર્ષીય આફતાબ પૂનાવાલા અને 27 વર્ષીય શ્રદ્ધાએ 17 મે, 2022ના રોજ તેમની પ્રથમ મીટિંગની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

શ્રદ્ધાના શરીરના ટૂકડા કરી મહરૌલીના જંગલમાં ફેંકી દીધા

આફતાબની હત્યા કર્યા બાદ શ્રદ્ધાના શરીરના કરવત અને છરી વડે 35 ટુકડા કરી દીધા હતા અને તેના શરીરના ટુકડાને ઘણા મહિનાઓ સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા હતા અને ધીમે ધીમે તે ટુકડાઓ ગુરુગ્રામ, મહેરૌલી અને મહારાષ્ટ્રના જંગલોમાં ફેંકી દીધા હતી. શ્રદ્ધના શરીરના કાપેલા ટુકડા મોટાભાગે મહેરૌલી છતરપુરના જંગલોમાં ફેંક્યા હતા.

આફતાબની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ

પોલીસે આફતાબને મુખ્ય આરોપી બનાવ્યો છે. ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે આફતાબની ન્યાયિક કસ્ટડી વધુ બે અઠવાડિયા માટે લંબાવી છે. આફતાબને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ 7 ફેબ્રુઆરીએ પોલીસના અંતિમ રિપોર્ટ પર વિચાર કરશે, ત્યારબાદ પોલીસ આફતાબને કોર્ટમાં રજૂ કરશે.

આફતાબે કબૂલ્યો ગુનો

પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ આફતાબની ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે આફતાબ પૂનાવાલાએ કબૂલાત કરી છે કે તેણે તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરી હતી અને પછી તેના શરીરના અંગોને ઘણી જગ્યાએ જંગલોમાં ફેંકી દીધા હતા. પોલીસે આ કેસની તપાસ માટે 9 ટીમો બનાવી છે. ડીસીપી દિલ્લી દક્ષિણના પ્રતિનિધિત્વમાં એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે જે મામલાની તપાસ કરી રહી છે.

બંને વચ્ચે ઘટી ગયો હતો પ્રેમ

લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા પર હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દિલ્લી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી કારણ કે બંને વચ્ચેનો પ્રેમ ઘટી ગયો હતો અને આફતાબ તેનાથી છૂટકારો મેળવવા માંગતો હતો. તેથી તેની નિર્દયતાથી હત્યા કરી.

ચાર્જશીટમાં પોલીસે લગાવ્યા આ આરોપ

  • આફતાબ પૂનાવાલાએ તેની લિવ-ઇન પાર્ટનરના શરીરના 18-24 ટુકડા કર્યા, તેને મહિનાઓ સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા અને તેને દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં એક પછી એક ફેંકી દીધા.
  • આફતાબ પર આઈપીસી કલમ 201 હેઠળ જધન્ય કૃત્યને અંજામ આપવા માટે પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
  • રિપોર્ટમાં શરીરના 18 ટૂકડા મેળવવા આવ્યા. ફોરેન્સિક અને અન્ય પરીક્ષણોથી પુષ્ટિ થઈ છે કે તે શ્રદ્ધાના છે, એટલે કે તે શરીરના ટુકડાઓ શ્રદ્ધાના જ હતા. ડીએનએ અને માઈટોકૉન્ડ્રીયલ ટેસ્ટમાં હત્યા કરાયેલી મહિલા ગુમ થયેલી શ્રદ્ધા હોવાની પુષ્ટિ થઈ છે.
  • પોલીસ રિપોર્ટ મુજબ કમ્યુનિકેશન પેટર્નમાં વિસંગતતાઓ જોવા મળી હતી, જે આફતાબની સંડોવણી દર્શાવે છે. શ્રદ્ધાના ગુમ થયા બાદ બે વ્યક્તિઓને બદલે એક વ્યક્તિ માટે ઑનલાઈન ફૂડ ઓર્ડર પરિવર્તન ઉપરાંત, ગૂગલ લોકેશન, સીસીટીવી ફૂટેજ, કૉલ લોકેશન અને અન્ય ટેકનિકલ વિગતો આપવામાં આવી હતી. વૉઇસ લેબલ એનાલિસિસ ટેસ્ટે પણ શ્રદ્ધાના કેટલાક ટેલિફોનિક રેકોર્ડિંગ્સમાં આફતાબના અવાજની પુષ્ટિ કરી હતી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X